ગોંડલ ની ધોળકીયા સ્કુલમાં હોસ્ટેલમાં રહીને ધોરણ ૧૨ સાયન્સમાં અભ્યાસ કરતા માળીયા હાટીનાનાં ૧૭ વર્ષ નાં કિશોરને ઝાડા ઉલ્ટી થયા બાદ તેનું મોત નિપજતા બૃમ્હ સમાજ રોષિત બન્યો હતો.સ્કુલ સંચાલકો દ્રારા યોગ્ય સારવાર અપાઇ નાં હોય બ્રહ્મ સમાજ દ્રારા બનાવની તપાસ કરી ધોળકીયા સ્કુલનાં જવાબદારો સામે પગલા લેવા અને ફોરેન્સિક પીએમની માંગ કરતા કિશોરનાં મૃતદેહને રાજકોટ ખસેડાયો હતો.બનાવની કણતા એ હતી કે મૃતક કિશોર બે બહેનો વચ્ચે એકને એક ભાઈ હતો. રક્ષાબંધનનાં આગલા દિવસે જ ભાઈનું મૃત્યુ થતા પરીવારમાં કાળો કલ્પાંત છવાયો હતો.અને હોસ્પિટલ માં હૈયાફાટ દનથી શોક છવાયો હતો.
પ્રા વિગત મુજબ મુળ માળીયા હાટીના અને હાલ ગોંડલ ધોળકીયા સ્કુલમાં હોસ્ટેલમાં રહી ધોરણ ૧૨ સાયન્સમાં અભ્યાસ કરતા શ્યામ લલીતભાઈ પાઠક ઉ.૧૭ ને સવારે ઝાડા ઉલ્ટી ની અસર થતા ધોળકીયા સ્કુલ નાં હોસ્ટેલ સંચાલક ધ્વારા ગુંદાળારોડ પર આવેલી શ્રધ્ધા હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી.ત્યાં દવા અને બાટલા અપાયા બાદ હોસ્ટેલ પરત કરાયો હતો.દરમિયાન શ્યામની હાલત વધુ બગડતા ગોંડલ રહેતા કૌટુબિંક એવા પ્રદીપભાઇ જોશી અને અમદાવાદ થી આવેલા પિતરાઇ સાવનભાઈ પાઠકે રીક્ષા ધ્બારા શ્યામ ને હોસ્ટેલ થી ફરી શ્રધ્ધા હોસ્પિટલ લઇ ગયા હતા.પરંતુ ડોકટર હાજર ના હોય મેડીકેર હોસ્પિટલ ખસેડો હતો.પરંતુ શ્યામે રસ્તા માંજ દમ તોડી દેતા આખરે મૃતદેહને સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો.હોસ્પિટલ ખાતે સેવા આપી રહેલા શિવમ સાર્વજનિક ટ્રસ્ટ નાં દિનેશભાઈ માધડે બનાવ ની ગંભીરતા જોઈ બૃમ્હ સમાજ નાં પ્રમુખ જીતુભાઇ આચાર્ય ને જાણ કરતા તેઓ કલ્પેશભાઈ વ્યાસ, પારસભાઇ જોશી,વિજયભાઈ ભટ્ટ, જૈમિનભાઇ ભટ્ટ, યોગેન્દ્રભાઇ જોશી,આશિષભાઈ વ્યાસ, જીતુભાઇ પંડા,નિખિલ જોશી, રજનીભાઇ પંડા, બ્રિજેશ ઉપાધ્યાય સહિત હોસ્પિટલ દોડી આવ્યા હતા.યાં વિપ્ર કિશોર ને યોગ્ય સારવાર અપાવવા માં ધોળકીયા સ્કુલ નાં સંચાલકોની ઘોર બેદરકારી સામે આવતા બ્રહ્મ સમાજનાં આગેવાનો આગબગુલા બન્યા હતા.થોડીવાર માં બ્રહ્મ સમાજનાં યુવાનો પણ હોસ્પિટલ દોડી આવતા ટોળા જામ્યા હતા.અને માહોલ ગરમાતા પોલીસ દોડી આવી હતી.દરમ્યાન ધારાસભ્યનાં અંગત સચિવ નિલેશ જેઠવા અને નગર પાલીકાનાં કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રસિંહ જાડેજા પણ હોસ્પિટલ દોડી આવી બ્રહ્મ સમાજનાં આક્રોશ ને શાંત પાડવા પ્રયત્ન કર્યા હતા. જીતુભાઇ આચાર્યએ હોસ્ટેલનું સંચાલન કરતા ગોકાણીને ફોન કરી હોસ્પિટલ આવવા જણાવ્યું હતુ.અને છેક બે કલાકે ગોકાણી હોસ્પિટલ પંહોચ્યા હતા.યાં બૃમ્હ સમાજનાં આગેવાનોએ તેનો ઉધળો લીધો હતો.આગેવાનોએ સવાલ કર્યા હતા કે શ્યામ બે ત્રણ દિવસ થી બીમાર હતો.તો તાકીદની સારવાર કેમ નાં અપાઇ? શ્રધ્ધા હોસ્પિટલ વાસ્તવમાં કિલનિક છે.ત્યા બીએચએમએસની ડીગ્રી ધરાવતા ડો.વેકરીયા દ્રારા બાટલા ચડાવી શ્યામને રજા આપી દેવાઇ હતી.વાસ્તવમાં શ્યામને કોઈ સારી હોસ્પિટલ અથવા સિવિલ હોસ્પીટલમાં સારવાર અપાવવાનું સ્કુલ સંચાલકોને કેમ નાં સુયુ?
શ્યામ ની ગંભીર હાલત પ્રત્યે કેમ બેદરકારી દાખવાઇ વગેરે સવાલો નો મારો ચલાવ્યો હતો.બનાવ ને લઈ ને બી' ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીએસઆઇ જાડેજા દોડી આવ્યા હતા. બ્રહ્મ સમાજ દ્રારા શ્યામ નાં મૃતદેહ નુ ફોરેન્સિક પીએમ માટે માંગ કરાતા તેનાં મૃતદેહ ને રાજકોટ ખસેડાયો હતો.
માળીયા હાટીનાથી શ્યામ ના માતા અને અન્ય પરીવાર ગોંડલ દોડી આવ્યો હતો.હોસ્પિટલ માં તેઓના હૈયાફાટ દન થી ગમગીની છવાઈ હતી. બ્રહ્મ સમાજ દ્રારા પરીવારને માળીયા હાટીના પરત જવા વાહન વ્યવસ્થા કરી આપી સાંત્વના આપી હતી. મૃતક શ્યામ પરીવારમાં બે બહેનો વચ્ચે એકનો એક ભાઈ હતો.રક્ષાબંધનનાં આગલા દિવસે જ ભાઈ છવાઈ જતા કણાંતિકા સર્જાઇ હતી. બ્રહ્મ સમાજ દ્રારા શ્યામ નાં મૃત્યુ અંગે ધોળકીયા સ્કુલનાં જવાબદારો સામે આકરાં પગલા લેવા માંગ કરી અન્યથા ઉગ્ર આંદોલનની ચીમકી અપાઇ છે.
ત્રણ દિવસથી બીએચએમએસ ડોકટરને ત્યાં સારવાર કરાવી
પરિવારજનોએ આક્ષેપ કર્યેા હતો કે, ત્રણ દિવસથી તેમનો પુત્ર બિમાર હતો ત્યારે શ્યામને સારી હોસ્પિટલ કે સરકારી હોસ્પિટલમાં લઈ જવાને બદલે બીએચએમએસની ડીગ્રી ધરાવતાં ડો. વેકરીયાને ત્યાં સારવાર કરાવી હતી. શા માટે ખાનગી હોસ્પિટલમાં ન લઈ જવાનું સંચાલકોને શુંઝયંું તેવો સવાલ કર્યેા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech