પટનામાં એક વિચિત્ર પ્રકારના તાવનો કહેર વધ્યો છે, જેમાં દર્દીના પગમાં ખુબ સોજા આવે છે અને તે 10 કે 15 દિવસ સુધી ચાલી શકતો નથી, એટલું જ નહી આ તાવના લક્ષણો જોતા તે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા હોય છે પરતું પરીક્ષણોમાં તે પકદાતો નથી. આથી તબીબોએ તેનું નામ લંગડો તાવ રાખી દીધું છે.રાજધાની પટનાના અમુક વિસ્તારોમાં વધુ પ્રકોપ જોવા મળી રહ્યો છે.
બિહારની રાજધાની પટનામાં એક વિચિત્ર તાવએ ડોક્ટરોને ચોંકાવી દીધા છે. આ તાવમાં દર્દીઓને પગમાં એટલો દુખાવો થાય છે કે તેમને ચાલવામાં પણ તકલીફ પડે છે. તેથી જ લોકો તેને ’લંગડો તાવ’ કહી રહ્યા છે. આ તાવ પટનાના ઘણા વિસ્તારોમાં ફેલાયો છે, ખાસ કરીને એવા વિસ્તારોમાં જ્યાં પહેલા ડેન્ગ્યુના દર્દીઓ જોવા મળ્યા હતા.માહિતી અનુસાર, લોહાનીપુર, કદમકુઆં, ભૂતનાથ રોડ, ચિત્રગુપ્તનગર, કાંતિ ફેક્ટરી રોડ, અશોકનગર, ન્યુ પાટલીપુત્ર કોલોની, દિઘા, સિપારા, જયપ્રકાશનગર અને પીસી કોલોની જેવા વિસ્તારો પ્રભાવિત છે.
આ તાવના લક્ષણો શું છે
આ તાવમાં ખુબ તાવની સાથે પગમાં ભારે દુખાવો થાય છે. પગની ઘૂંટી અને ઘૂંટણમાં પણ સોજો આવે છે. દર્દીને ચાલવામાં ઘણી તકલીફ પડે છે. નવાઈની વાત તો એ છે કે તપાસમાં ડેન્ગ્યુ કે ચિકનગુનિયા બેમાંથી કોઈ મળી આવ્યું નથી. તબીબોના મતે આ વખતે તાવના દર્દીઓમાં અલગ-અલગ પ્રકારના લક્ષણો જોવા મળી રહ્યા છે. ટેસ્ટમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા કે ટાઈફોઈડ ન હોવાનું બહાર આવ્યું હતું. પરંતુ ખૂબ જ તાવની સાથે, પીડિતોને પગમાં તીવ્ર દુખાવો અને પગની ઘૂંટી અને ઘૂંટણની આસપાસ સોજો આવે છે. પટનાના ઘણા વિસ્તારોમાંથી આવા ડઝનેક કેસ સામે આવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech