ધ્રોલની સરકારી હોસ્પિટલમાં આધુનિક બાયોકેમેસ્ટ્રી મશીન કાર્યરત કરાયું

  • May 29, 2021 01:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ડી-ડાઈમર જેવા ટેસ્ટ વિનામૂલ્યે થઈ શકશે: સેવાભાવી સંસ્થાના દાતાઓ દ્વારા અપાયું અનુદાન: ગરીબ દર્દીઓને ટેસ્ટ કરવામાં સરળતા રહેશે

ધ્રોલની સરકારી હોસ્પીટલમાં સેવાભાવી સંસ્થા તેમજ સેવાભાવિઓ દ્વારા આધુનીક લેબ ટેસ્ટીંગ મશીનનું દાન અપાયું છે. અંદાજે દોઢ લાખની કિંમતનું ફુલી ઓટોમેટીક બાયોકેમેસ્ટ્રી મશીન કે જેનાંથી ધ્રોલ સરકારી હોસ્પીટલની સુવિધામાં વધારો થઇ સી.આર.પી. અને ડી. ડાઇમર જેવા ટેસ્ટ થઇ શકશે. જેનાં કારણે ગરીબ દર્દીઓને વિના મુલ્યે જરુરી ટેસ્ટ કરવામાં સરળતા રહેશે.

ધ્રોલ ખાતે તાલુકા કક્ષાની સરકારી સી.એચ.સી. હોસ્પીટલ આવેલી છે. જેમાં ડેઝીગ્નેટેડ કોવિડ સેન્ટર પણ ચાલુ કરવામાં આવ્યુ છે જે હાલ કાર્યરત છે. ધ્રોલ સરકારી હોસ્પીટલ ખાતે સારવારાર્થે દાખલ થતા દર્દીઓ કોવીડ અને અન્ય રોગો માટે જરુરી એવા સી.આર.પી., ડી. ડાઇમર જેવા લોહીનાં ટેસ્ટ બહાર લેબોરેટરી કરાવવા પડે છે. ગરીબ દર્દીઓને આર્થિક સંકડામણનાં કારણે બહાર લોહીનાં ટેસ્ટ કરાવવામાં ભારે મુશ્કેલી પડતી હોય છે. ધ્રોલનાં જીવરાજ લીલાધર અનડકટ ફાઉન્ડેશન ટ્રસ્ટ, ચંપકભાઇ દવે તથા માણેકલાલ લીલધર (લીલી ) ગ્રુપ દ્વારા રૂ. 1.55 લાખનુ અત્યાધુનિક ફુલી ઓટોમેટિક બાયો કેમેસ્ટ્રી મશીન જીવરાજ લીલાધર અનડકટ ફાઉન્ડેશન ટ્રસ્ટનાં પ્રમુખ અને એડવોકેટ ભાવિનભાઇ અનડકટ, એડવોકેટ જતીનભાઇ અનડકટ, ચંપકભાઇ દવે, મીલી ગ્રુપ સહીતનાં દાતાઓ એ ધ્રોલ સરકારી હોસ્પીટલનાં ઇન્ચાર્જ સુપ્રીટેન્ડન્ટ ડો. રામ,મેડીકલ ઓફીસરો તેમજ સ્ટાફની ઉપસ્થિતીમાં અર્પણ કરાયુ હતુ.

હોસ્પીટલની લેબોરેટરીમાં આધુનિક બાયો કેમેસ્ટ્રી મશીન આવવાથી ગરીબ અને આર્થિક સંકળામણ ધરાવતા લોકોને બહાર કરવવા પડતા સી.આર.પી., ડી. ડાઇમર જેવા લોહીનાં ટેસ્ટ વિનામુલ્યે સરકારી હોસ્પીટલ ખાતે જ થઇ શકશે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS