BREAKING NEWS

જૂનાગઢના દામોદર કુંડ ઘાટમાં પાંચ ફટનો મગર મહેમાન બનતા નાસભાગ

  • June 04, 2026 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢ દામોદર કુંડમાં તટ ઘાટ પાસે પાંચથી છ ફટ લાંબી  મગરે દેખા દીધા હતા. જેથી લોકોના જીવ ઉચકાયા હતા.  દર્શનાર્થીએ વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમે રેસ્કયુ કરી મગરને વિલીંગ્ડન ડેમમાં છોડવામાં આવી હતી. પરષોતમ માસ નિમિત્તે પ્રાચીન દામોદર કુંડમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સ્નાન  કરવા આવે છે. આ રાત્રે ઘાટ પાસે આવેલ પીપળાના વૃક્ષ નજીક  પાંચ થી છ ફટની  મહાકાય મગર જોવા મળતા સ્નાન વિધિ અને અસ્થિ કુંડ પધરાવવા આવતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. દર્શને આવેલા ભાવિક દ્રારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી.વન વિભાગની ટીમે કુંડવિસ્તારમાંથી લોકોને દૂર કર્યા હતા અને ત્યારબાદ  મગરને ઝડપી લેવા રેસ્કયુ હાથ ધયુ હતું. રેસકયુ વખતે મગર બેથી ત્રણ વખત મગર ખૂંખાર બની હતી અને વનકર્મચારીઓ સાથે ભીડી હતી.પોણી કલાકની જહેમત બાદ મગરને ઝડપવામાં સફળતા મળી હતી.આરએફઓ ગુલાબબેનના જણાવ્યા મુજબ  જંગલ વિસ્તારમાંથી મગર દામોદર કુંડ ખાતે પહોંચી છે.વન વિભાગ દ્રારા મગરને વિલીંગ્ડન ડેમમાં છોડવામાં આવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application