દ્વારકા નજીક ટોલનાકે સિસ્ટમ ધીમી હોવાથી ઉતાવળિયા વાહનચાલકે અન્ય ચાલક ઉપર હુમલો કર્યો

  • April 09, 2021 08:23 PM 

કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે રહેતા દીપકભાઈ કેશુભાઈ ચાવડા નામના 27 વર્ષના યુવાન પોતાના જી.જે. 37 ટી. 8178 નંબરના મહિન્દ્રા વાહનમાં શાકભાજી ભરવા દ્વારકા જઈ રહ્યા હતા, ત્યારે દ્વારકા નજીકના ઓખા મઢી વિસ્તારમાં આવેલા ટોલનાકે તેમની કાર થોભતા ટોલનાકે ફાસ્ટ ટેગની સિસ્ટમ કામ કરતી ન હોવાથી તેમની પાછળના વાહનમાં રહેલા દેવાભા ગઢવી, ગોપાલ તથા અન્ય બે અજાણ્યા શખ્સોએ "અમારે મોડું થાય છે"- તેમ કહી, દીપકભાઈને બિભત્સ ગાળો કાઢી, ઢીકાપાટુનો માર માર્યો હતો.

આટલું જ નહિ, આરોપી શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે બે અજાણ્યા મળી, કુલ ચાર સામે આઇ.પી.સી. કલમ 323, 504, 506 (2) તથા 114 મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS