પોરબંદરમાં માહી ગ્રુપ દ્વારા તા.૨૬/૧૧ ના આંતકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
પોરબંદરની સતત સેવાકાર્ય કરતી સંસ્થા માહી ગ્રુપ દ્વારા અવારનવાર અબોલ જીવોના લાભાર્થે અવિરત વિવિધ સેવાકાર્યોના આયોજનો થતા હોય છે, ત્યારે ૧૬ વર્ષ પહેલા મુંબઈ ખાતે થયેલા આતંકી હુમલામાં દેશ માટે પોતાના જીવનુ બલીદાન આપનારા વીર શહીદો તેમજ મૃત્યુ પામેલા નિર્દોષ લોકોને ગ્રુપના સેવાભાવી સભ્યો દ્વારા યાદ કરી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે શહીદોના સ્મરણાર્થે તેમનાં બલીદાનને સન્માન આપી અને ગ્રુપ દ્વારા એકતા અને દેશભક્તિનો સંકલ્પ લીધો હતો અને પશુ-પક્ષીઓથી લઇ અને માનવીઓ માટે એક સેવાયજ્ઞ યોજી શહીદોના સ્મરણાર્થે ઇન્દ્રેશ્ર્વર મહાદેવ મંદિર ગાયમાતાને ઘાસચારાનું વિતરણ, કબુતરોને ચણ, શ્ર્વાનને બિસ્કિટ અને દુધ, કીડીને કીડીયા, માછલીઓને ભોજન સહિતના વિવિધ સેવાકાર્યો કરી તેમજ ભુતનાથ મહાદેવ મંદિર જરીયાતમંદ લોકો, સાધુ-સંતો, દિવ્યાંગો તેમજ સફાઈ કર્મચારીઓને નાસ્તાનું વિતરણ કરી વિવિધ સેવાકાર્યો દ્વારા શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા અને અન્ય લોકોને પણ પ્રેરિત કર્યા હતા.આ સેવાકાર્યોનું આયોજન ગ્રુપના સેવાભાવી સભ્ય જયવીરસિંહ જાડેજા હસ્તે ગજુભા બાપુભા જાડેજા પરિવારના સહયોગથી કરવામાં આવેલ હતુ, જેમાં ગ્રુપના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સેવાકાર્યોનો લાભ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆસારામને સુપ્રીમ કોર્ટે 31 માર્ચ સુધી વચગાળાના જામીન આપ્યા, અનુયાયીઓને મળી શકશે નહીં
January 07, 2025 02:16 PMનયારા એનર્જીએ દરરોજ એક ફ્યુઅલ સ્ટેશન ઉમેરીને રિટેલ નેટવર્ક વિસ્તાર્યું
January 07, 2025 01:59 PMગુજરાતમાં ગામડાના ઘરો હવે બનશે ‘સ્માર્ટ હોમ્સ’, જાણો શું શું સુવિધાઓ અપાશે
January 07, 2025 01:41 PMજામનગર જિલ્લાના ધ્રોલ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પ્લાનેટ પાર્ટી કાર્યક્રમ યોજાયો
January 07, 2025 12:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech