દ્વારકામાં “મહિલા સશક્તિકરણ દિવસ” નિમિતે ખાસ કાર્યક્રમ યોજાયો

  • August 05, 2021 11:16 AM 

    દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત ગ્રામીણ તથા શહેરી વિસ્તારની મહિલાઓને આર્થિક ઉપાર્જન માટે ત્વરિત લોન સહાય મળી રહે તેવા હેતુસર “નારી ગૌરવ દિવસ”નિમિતે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અન્વયે લોન વિતરણનો તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત વિવિધ વિકાસના કામોના ડિજિટલ લોકાર્પણ-ખાતમુહુર્તના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે દ્વારકા સ્થિત હીરબાઈ મેપાભા માણેક મેમોરીયલ કોમ્યુનીટી હોલ ખાતે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના ચેરમેન પંકજભાઈ ભટ્ટના અધ્યક્ષસ્થાને લાભાર્થીઓને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અને બેન્ક ધિરાણ લોન વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.

    જેમાં ગ્રામ વિકાસ વિભાગ હેઠળ ડી.એન.આર.એલ.એમ. યોજનામાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત જે.એલ.ઈ.એસ.જી.ના સખીમંડળોને લોન વિતરણ મંજૂરી પત્રકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પંકજભાઈ ભટ્ટએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાનના “આત્મનિર્ભર મહિલા, આત્મનિર્ભર ભારતના” સ્વપ્નને સાકાર કરવા આપણા સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મહિલાઓના હિતની ચિંતા કરીને મહિલાઓનો સર્વાગી વિકાસ થાય તે માટે અનેક મહિલાલક્ષી યોજનાઓ પણ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ, આઈ.સી.ડી.એસ.શાખા દ્વારા “નારી ગૌરવ દિવસ” નિમિત્તે વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં જિલ્લામાં દ્વારકા અને ભાણવડ તાલુકાની મળીને કુલ છ આંગણવાડીના મકાનોનું લોકાર્પણ તેમજ ખંભાળિયા અને ભાણવડ તાલુકાના મળીને કુલ આઠ આંગણવાડીના મકાનોનું ભૂમિપૂજન તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ વ્હાલી દિકરી યોજનાના લાભાર્થીઓને મંજૂરી હુકમનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

    આ પ્રસંગે દ્વારકા નગરપાલિકા પ્રમુખ જ્યોતિબેન સામાણી, શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ બુજડ સહિત જુદા જુદા વિભાગના અધિકારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS