ખંભાળિયા શહેર ભાજપની ખાસ બેઠક યોજાઈ

  • May 25, 2021 11:09 AM 

ખંભાળિયા શહેર ભાજપ દ્વારા અત્રે નગરપાલિકા સભાગૃહ ખાતે શહેર ભાજપની એક મહત્વની મીટીંગ રાખવામાં આવી હતી. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલ, જિલ્લા ભાજપ મહામંત્રી શલેષભાઈ કણજારીયા, જામનગરના અગ્રણી મેરામણભાઈ ભાટુ દ્વારા ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર શહેરના દરેક ઘરના મુખ્ય વ્યક્તિનો અકસ્માત વીમો ઉતારવાના આયોજન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં શહેર ભાજપ મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર, પીયૂષભાઈ કણજારીયા, નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, સદસ્યો અને સંગઠનના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં શહેરના વિકાસ અંગેના મુદ્દા સાથે નગરજનોના સામુહિક વીમા અંગે મહત્વની ચર્ચાઓ કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)