ખંભાળિયામાં દ્વારકેશ કમલમ ખાતે આયોજન થયું
વિકસિત ભારતના હેતુને સિદ્ધ કરવા માટે રાષ્ટ્રીય સ્તરે ભારતીય જનતા પાર્ટી દ્વારા "સદસ્યતા અભિયાન 2024"નું પ્રારંભ કરવામાં આવ્યું છે. આ અભિયાનને વધુ મજબૂત અને વ્યાપક બનાવવા માટે, દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ કાર્યાલય "શ્રી દ્વારકેશ કમલમ્" ખાતે પ્રદેશના આગેવાનોની ઉપસ્થિતિમાં ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં સૌરાષ્ટ્ર ઝોનના સંયોજક માનસીંગભાઈ પરમાર, કમલેશભાઈ મિરાણી, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ ઉપસ્થિત રહી, સદસ્યતા અભિયાનની આગેવાની અને વિકાસના માર્ગમાં ભાજપના ઉદય વિશે તેમના વિચારો રજૂ કર્યા હતા.
આ બેઠકમાં માનસીંગભાઈ પરમારે ભાજપના ઉદયની વાત કરતાં, આજે ભાજપની સફળતા અને સક્રિયતાની પથ પર પહોંચવા માટેની મહત્વપૂર્ણ વ્યૂહરચના અને વિકાસની સમજ આપી. સદસ્યતા અભિયાનની રૂપરેખામાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા અને જિલ્લા પ્રમુખ મયુરભાઈ ગઢવીએ "સદસ્યતા અભિયાન 2024"ને દરેક વ્યકિત સુધી કેવી રીતે પહોંચાડવા તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, આ અભિયાનના માધ્યમથી ભાજપને વધુ મજબૂત બનાવવાનો અને રાષ્ટ્રહિતમાં શ્રેષ્ઠ યોગદાન આપવાનો છે. કમલેશભાઈ મિરાણીએ આ અભિયાનની વ્યૂહરચના અને સંકલ્પ વિશે વિસ્તૃત સમજ આપી, અને આ અભિયાનને સફળ બનાવવા માટેનો માર્ગ દર્શાવ્યો હતો.
આ બેઠકમાં તમામ કાર્યકર્તાઓને ભાજપના અંત્યોદય, કલ્યાણ અને રાષ્ટ્રહિતની વિચારધારાથી પ્રેરિત થવા અને મહત્તમ લોકોને પાર્ટી સાથે જોડાવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા અને મંડળ સંગઠનના હોદ્દેદારો, જિલ્લા પંચાયતના સભ્યો, મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ, સિનિયર આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેના દ્વારા સદસ્યતા અભિયાનને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો કરવા અને કાર્યકર્તાઓને આ અભિયાનને જમીન સુધી પહોંચાડવા માટે અપીલ કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય પાલભાઈ કરમુર, મહામંત્રી યુવરાજસિંહ વાઢેર રસિકભાઈ નકુમ, મોહનભાઈ બારાઈ, રાજુભાઈ સરસિયા, નિમિષાબેન નકુમ, પરબતભાઈ વરુ, એભાભાઈ કરમુર, શક્તિસિંહ જાડેજા, નથુભાઈ ચાવડા વીગેરે ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech