ભારતના ચૂંટણી પંચની સૂચનાનુસાર તા.1 જાન્યુઆરી, 2025ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા મુખ્ય નિવર્ચિન અધિકારીની કચેરી દ્વારા આગામી તા.20 ઑગસ્ટ, 2024થી રાજ્યભરમાં મતદાર યાદીની સંક્ષિપ્ત સુધારણાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવશે.
મહિલાઓ, દિવ્યાંગો અને યુવાનો સહિત મહત્તમ મતદારો સહભાગી થાય અને પોતાના મતાધિકારના ઉપયોગ માટે મતદાર યાદીમાં નામ નોંધાવે તે માટે મુખ્ય નિવર્ચિન અધિકારીની કચેરી દ્વારા સંનિષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં સંપન્ન થયેલી લોકસભાની ચૂંટણી બાદ રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવશે. આ ઝુંબેશ અંતર્ગત તા.20-8-2024થી રાજ્યભરમાં બુથ લેવલ ઑફિસર્સ દ્વારા હાઉસ ટુ હાઉસ સરવે હાથ ધરવામાં આવશે. જેમાં તા.1 જાન્યુઆરી, 2025ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર યુવાઓની યાદી બનાવવાની કામગીરી તથા મતદાર તરીકે ન નોંધાયેલા પાત્રતા ધરાવતા નાગરિકોનો સમાવેશ ઉપરાંત સ્થળાંતર કરનાર, મૃત્યુ પામનાર અને એકથી વધુ વખત નોંધાયેલા મતદારોના નામ કમી કરી મતદાર યાદીને ત્રુટિરહિત કરવા સહિતની કામગીરી કરવામાં આવશે.
હાઉસ ટુ હાઉસ સરવેની કામગીરી પૂર્ણ થયા બાદ તા.19-10-2024 થી તા.28-10-2024 સુધીમાં ફોર્મ નં. 1 થી 8 તથા સંકલિત મતદાર યાદી તૈયાર કરી તા.29-10-2024 ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. ત્યારબાદ તા.29-10-2024 થી તા.28-11-2024 સુધી મતદાર યાદીમાં નામ ઉમેરવા, કમી કરવા તથા સુધારા માટે મળેલી અરજીઓ સંદર્ભે હક્ક-દાવા માટે અરજી કરી શકાશે. તા.24-12-2024 સુધીમાં આ અરજીઓનો નિકાલ કરી તા.6-1-2025 ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધી કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech