પોરબંદરના ટેરી ગામે નદીકાંઠે આવેલી ઓરડીમાંથી પાણીની મોટરની ચોરી થયાનો ગુન્હો નોંધાતા જ પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચે તેનો ભેદ ઉકેલીને તસ્કરને પકડી પાડયો છે.
જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા અનડિટેક્ટ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે વખતોવખત આપેલ સુચના અનુસાર એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર આર.કે.કાંબરીયાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના માણસો કુતિયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ. બટુકભાઇ વિંઝુડા તથા હેડ કોન્સ્ટેબલ મુકેશભાઇ માવદીયા તથા પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઇ ઓડેદરાને સંયુકત ખાનગી રાહે સચોટ હકીકત મળેલ કે કુતિયાણા પોલીસ સ્ટેશનમાં પાણીની મોટરની ચોરીના ગુન્હામા કુતિયાણા તાલુકાના ટેરી ગામ ચારણ નદીના કાંઠે આવેલ ઓરડીમાંથી પાણીની ઇલેકટ્રીક મોટરની ચોરી થયેલ હોય અને આ પાણીની ઇલેકટ્રીકની મોટરની ચોરી કરનાર ઇસમ ઇલેકટ્રીક મોટર એક બાચકામાં નાખીને હાલ કુતિયાણા બાયપાસ પર આવેલ સુદામા ડેરીથી હાઇવે રોડ તરફ ચાલીને આવે છે અને તેણે શરીરે શર્ટ તથા શાળા કલરનું ટ્રેક પેન્ટ પહેરેલ હોવાની ચોક્કસ તથા સચોટ હકીકત મળેલ હોય જેથી હકીકતના આધારે કુતિયાણા બાયપાસ સુદામાડેરીથી હાઇવે તરફ આવતા રોડ ઉપરથી ઉપરોકત હકીકતવાળો ઇસમ પાણીની ઇલેકટ્રીક મોટર સાથે મળી આવતા વિનોદ ઉર્ફે વનીયો ગોગનભાઇ ભાદરકા ઉ.વ.૩૩ રહે. ખુનપુર ગામ, રામાપીરના મંદિર પાસે, તા.કુતિયાણા, જિ. પોરબંદરવાળા પાસેના બાચકામાંથી ઉપરોકત ગુન્હામાં ચોરી થયેલ જુના જેવી કટાયેલી સ્ટીલની બોડીવાળી હાંડી આકારની સબ મર્સીબલ મોટર મળી આવતા કિ.ા. ૭૦૦૦ ગણી તપાસ અર્થે કબ્જે કરી મજકુરને ચોરી કરેલ પાણીની ઇલેકટ્રીક મોટર સાથે કુતિયાણા પોલીસ સ્ટેશનને સોંપી આપી ગણતરીની કલાકોમાં ચોરીનો અનડિટેકટ ગુન્હો ડીટેકટ કરી સરાહનીય કામગીરી કરેલ છે.
આ કામગીરીમાં એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેટકર આર.કે.કાંબરીયા, એ.એસ.આઇ. બટુકભાઇ વિંઝુડા, રાજેન્દ્રભાઇ જોષી, રણજીતસિંહ દયાતર તથા હેડ કોન્સ્ટેબલ ઉદયભાઇ વ, સલીમભાઇ પઠાણ, ગોવિંદભાઇ મકવાણા, ઉપેન્દ્રસિંહ જાડેજા, હિમાંશુભાઇ મક્કા, મુકેશભાઇ માવદીયા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઇ ઓડેદરા, જીતુભાઇ દાસા તથા વુમન હેલ્થ કોન્સ્ટેબલ નાથીબેન કુછડીયા, પી.સી. નટવરભાઇ ઓડેદરા, વિરેન્દ્રભાઇ પરમાર, દુલાભાઇ ઓડેદરા, અજયભાઇ ચૌહાણ તથા ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ ગોવિંદભાઇ માળીયા રોકાયેલા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસેલિબ્રિટીઓ પણ કોફીમાં ઘી ઉમેરીને પીવાની સલાહ આપે છે, જાણો તેના ફાયદા
November 22, 2024 04:11 PMભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરના પૂંછમાં ઓપરેશનની ક્ષમતા વધારી, ઊંચા વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ
November 22, 2024 04:10 PMશિયાળામાં બાળકને નવડાવતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
November 22, 2024 03:40 PMકેનેડા બન્યું કંગાળ, ૨૫ ટકા માતાપિતા બાળકોને ખવડાવવા ખોરાકમાં કરી રહ્યા છે ઘટાડો: સર્વે
November 22, 2024 03:35 PMજો બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરશે તો પ્લેટફોર્મને થશે ૨૭૮ કરોડનો દંડ
November 22, 2024 03:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech