વડોદરામાં ભાડાના મકાનમાં સ્માર્ટ મીટરનું બિલ આવ્યું ૯ લાખ રૂપિયા

  • May 22, 2024 02:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છેલ્લા થોડા દિવસથી ગુજરાતના અનેક શહેરોમાં સ્માર્ટ મીટર નાંખવામાં આવી રહ્યા છે. કેટલીક જગ્યાએ આનો વિરોધ થઇ રહ્યો છે તો કેટલાક લોકો આ નિર્ણયને સારો ગણાવી રહ્યા છે. ત્યારે વડોદરામાં સ્માર્ટ મીટર લગાવ્યા બાદ ભાડાના મકાનમાં રહેતા વ્યકિતને મસમોટું નવ લાખ પિયાનું બિલ આવ્યુ છે. જોકે, આ વ્યકતિના મુદ્દો ધ્યાનમાં આવ્યા બાદ એમજીવીસીએલએ પોતાની ભૂલ સ્વીકારી લીધી છે અને નવા બિલનો એસએમએસ પણ મોકલી દેવામાં આવ્યો છે.

શહેરના ગોરવા વિસ્તારના રિદ્ધિ સિદ્ધિ લેટમાં ભાડાના મકાનમાં રહેતા મૃત્યુંજય નામના વ્યકિતએ એમજીવીસીએલ પર મોટો આક્ષેપ કર્યેા છે. તેમણે મોબાઈલમાં બિલની કોપી બતાવી દાવો કર્યેા છે કે, સ્માર્ટ મીટર લગાવ્યા બાદ ૯ લાખ ૨૪ હજાર પિયાનુ બિલ આવ્યું છે. આ બિલ જોઇને તે પોતે પણ અચરજમાં મુકાઇ ગયા હતા. આ અંગે તેમણે જણાવ્યુ છે કે, સામાન્ય રીતે દર બે મહિને મારા ઘરનું ઇલેકિટ્રક બિલ ૧૫૦૦થી બે હજાર પિયા આવતું હોય છે. પરંતુ આ વખતે સ્માર્ટ મિટર લગાવ્યા બાદ મને મેસેજ આવ્યો કે, માં બિલ ૯,૨૪,૨૫૪ પિયા બિલ આવ્યુ છે.

ઉલ્લેખનીય છે કે રાયના સ્માર્ટ શહેરોમાં સાદા વીજ–મીટરને બદલે સ્માર્ટ વીજ મીટર લગાડવાની કામગીરી ચાલી રહી છે. જેની સામે સામાન્ય લોકો દ્રારા સાદા વીજ–મીટરોની સરખામણીમાં વધુ વીજ–બિલ આવતા હોવાના આક્ષેપ સાથે ભારે હોબાળો મચાવ્યો છે. વિરોધ પક્ષ પણ આ મુદ્દે સરકારની સામે આવી ગયુ છે. જેને કારણે ગાંધીનગરમાં સરકારે વીજ–કંપનીઓના એમડી સાથે એક બેઠક યોજી હતી. સાદા મીટર અને સ્માર્ટ મીટરની જાણકારી મેળવીને લોકોનો સંશય કઈ રીતે દૂર કરી શકાય તે બાબતે ચર્ચા કરી હતી. એક જાણકારી મુજબ, સ્માર્ટ વીજ–મીટરોના વિરોધની સામે હવે, સરકાર સ્માર્ટ વીજ–મીટરોની સાથે સાદા વીજ–મીટરો પણ લગાવશે.

સ્માર્ટ મીટરના વિરોધનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો
સ્માર્ટ મીટરના વિરોધનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. સ્માર્ટ વીજ મીટરો પાયલોટ પ્રોજેકટના ભાગપે વડોદરા શહેરમાં ફીટ કરાયા હતા. જેની સામે ભારે વિરોધ થયો હતો. જે પછી રાજકોટ અને સુરેન્દ્રનગરમાં પણ સ્માર્ટ મીટરને લઇને ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે વીજ કંપનીઓને કહેવું પડુ છે કે, જો વીજ વપરાશકાર ઈચ્છે તો વીજ કંપની સ્માર્ટ વીજ મીટરની સાથોસાથે તેની બાજુમાં જ સાદું મીટર પણ લાગવીને મીટરોમાં થતા વીજ–વપરાશની સરખામણી કરી આપશે. એવી પણ દલીલ લથઈ રહી છે કે, આ બંને મીટરોમાં કોઈ મોટો તફાવત નથી.

એમજીવીસીએલએ માનવીય ભૂલ સ્વીકારી
એમજીવીસીએલના એમડીએ જણાવ્યુ હતુ કે, નવા મીટર યારે લગાવવામાં આવે છે ત્યારે જુના બિલનું રિડિંગ તેમા જોડવામાં આવે છે. આમાં એક કેસમાં ધ્યાનમાં આવ્યુ છે કે, મિટર રિંડીંગમાં ભૂલ થઇ છે. જે ભૂલને કારણે ખોટી ગણતરી થઇ છે અને એને સુધારવામાં આવી છે. આ ગ્રાહકનું બિલ માઇનસમાં છે જે તાત્કાલિક સુધારીને ગ્રાહકને એસએમએસ મોકલી દેવામાં આવશે. આ માનવીય ભૂલ છે. આ સ્માર્ટ મીટરને કારણે બિલ વધારે આવ્યુ છે તેમ નથી પરંતુ ડેટા એન્ટ્રીમાં જે માનવીય ભૂલ થઇ છે તેના કારણે આ થયુ છે. જે સુધારી લેવામાં આવ્યુ છે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application