નકલંક રણુંજા મંદિરના 61માં વર્ષમાં પ્રવેશની સાદગીપૂર્ણ ઉજવણી કરાશે

  • June 09, 2021 01:11 PM 

જામનગરની ભાગોડે આવેલ નકલંક રણુજા (અલીયાબાડા) ના મંદિરને તા. 12-6-21ના રોજ 60 વર્ષ પૂર્ણ કરી 61માં વર્ષમાં પ્રવેશ કરશે, જેની ઉજવણી કોરોના વૈશ્ર્વીક મહામારીના કારણે સાદાઇથી કરવામાં આવશે.

શ્રી નકલંક રણુજા અલીયાબાડાના મહંત રામદાસબાપુની યાદીમાં જણાવાયું છે કે બ્રહ્મલીન પૂ. નાગજીબાપુએ તા. 16-5-61ના રોજ અલીયાબાડાના ઉત્તર સીમાડે આ મંદિરની સ્થાપના કરેલ, જેને તીથી મુજબ તા. 12ના રોજ 60 વર્ષ પૂર્ણ થતા હોય પ્રવર્તમાન પરિસ્થીતીના કારણે સાદાઇથી ઉજવણી કરવામાં આવશે.

આ ઉજવણીમાં માતૃ અંતેવાસીજનો દ્વારા પૂજન, અર્ચન, નેજો (ધજા) વગેરે ધાર્મિક વિધી સાદાઇથી થશે અન્ય કોઇ કાર્યક્રમ રાખવામાં આવેલ નથી. સર્વેભકતજનોએ પોતાના ઘરે રહી પ્રભુ ઇષ્ટની પ્રાર્થના કરવા મહંત રામદાસબાપુ તરફથી અપીલ કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)