ભગવાન શનિ દેવના જન્મસ્થળ હાથલામાં સાદાઈથી કરાઈ શનિ જયંતિની ઉજવણી

  • June 10, 2021 11:36 AM 

દર્શનાર્થીઓ માટે મંદિરના દ્વાર બંધ રખાયા: અગાઉથી જ પોલીસનો ચાપતો બંદોબસ્ત: ભક્તોએ પણ ભીડ ન સર્જાય તે માટે ઓનલાઇન કયર્િ દર્શન

 

ભાણવડ નજીક આવેલા હાથલા ગામે ભગવાન શનિ દેવના જન્મસ્થળે આજે શનિ જયંતિ નિમિત્તે દર વર્ષે ભક્તોની ભારે ભીડ ઉમટી પડે છે, લોકો આસ્થાભેર શનિ દેવના દર્શન કરી, ધન્યતા અનુભવે છે, પરંતુ વર્તમાન સમયમાં કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે દર્શનાર્થીઓ માટે આજે શનિ જયંતિએ પણ ભગવાનની જન્મજયંતિની ઉજવણી સાદાઇથી ઉજવવામાં આવી હતી, ભક્તો માટે ભગવાનના દ્વાર બંધ રાખવામાં આવ્યા હતા, ભક્તોની ભીડ એકત્રિત થાય નહીં તે માટે ગઇકાલથી પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્‌યો છે, તેમજ મંદિરના સંચાલકો દ્વારા સોશ્યલ મીડીયામાં લોકોને ઓનલાઇન દર્શનનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે, જેના પરિણામે આજે હાથલામાં ભક્તોની ભીડ જોવા મળી ન હતી.

 

ભગવાન શનિદેવના જન્મસ્થળ હાથલામાં ભગવાનનું આ જન્મસ્થળ રાજા દશરથના વખતથી હોવાનું અને દશરથ રાજાએ શનિદેવની પૂજા અર્ચના કરી હોવાની બાબતો ઇતિહાસમાં આલેખાયેલી છે, શનિદેવનો મહિમા દિન-પ્રતિદિન ભક્તોમાં વધતો જાય છે, લોકો અઢી વર્ષ, પાંચ વર્ષ, સાડા સાત વર્ષની પનોતી સંદર્ભે ભગવાન શનિદેવના દર્શન કરી પનોતીની કષ્ટપીડામાંથી મુક્ત થતા હોવાનું તેમજ કોઇપણ ભક્ત, મામા-ભાણેજ સાથે ભગવાનના દર્શન કરે તો તેમની પનોતી પણ મુક્ત થતી હોવાની બાબતો ઈતિહાસમાં વર્ણવવામાં આવી છે.

 

હાથલાના આ ઐતિહાસિક શનિ મંદિરનો ર્જીણોઘ્ધાર સરકાર દ્વારા થોડા સમય પહેલા જ કરવામાં આવ્યો છે, ભક્તો માટે દર્શનની સુવિધાની સાથોસાથ બેસવાની, પાણી પીવાની સહિતની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે, મંદિરના સ્થળ પર આવેલ વાવના પાણીનો મહિમા પણ અપરંપાર છે, લોકો આ પાણીથી સ્નાન કરી પોતાની પનોતીની દશા ઓછી કરી રહ્યા છે, પરંતુ વર્તમાન સમયમાં કોરોનાના સંક્રમણ વધે નહીં તે માટે મંદિરના પૂજારી દ્વારા સરકાર નીતિ નિયમો મુજબ આજે શનિ જયંતિ હોવા છતાં મંદિરના દ્વાર ભક્તો માટે બંધ રાખવામાં આવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS