જળપ્લવિત વિસ્તારમાં બે દિવસિય પક્ષી ગણતરી માટે ૯૫ લોકો જોડાયા

  • December 18, 2023 12:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લામાં જુદી-જુદી ૬૧ સાઇટ પર સર્વે કરાયો: આગામી ૨૩, ૨૪ ડિસે. અને ત્યાર પછી ૩૦ અને ૩૧ ડીસે.ના રોજ બીજા અને ત્રીજા તબકકાની ગણતરી થશે

જામનગરના જિલ્લાના જળ પ્લવિત વિસ્તારમાં શનિવાર થી બે દિવસ માટેની યાયાવર પક્ષી ગણતરીનો પ્રારંભ થયો હતો. ગઈકાલે બીજા દિવસે પણ સવારથી પક્ષી ગણતરી કરવામાં આવી હતી અને સાંજે પૂર્ણ થઈ હતી. દર શિયાળામાં વિદેશથી પક્ષીઓ જામનગર જિલ્લામાં આવતા હોય છે.  રાજ્યભરમાં દર શિયાળાની ઋતુમાં વિદેશથી પક્ષીઓ લાંબી સફર ખેડીને જામનગર જિલ્લામાં આવતા રહે છે.
વન વિભાગ દ્વારા સમયાંતરે પક્ષી પ્રેમીઓના સહકાર સાથે પક્ષી ગણતરી કરવામાં આવતી રહે છે. જેમાં  પ્રથમ તબક્કાની પક્ષી ગણતરી તારીખ ૧૬ અને ૧૭ ડિસેમ્બરના કરવાનું નક્કી કરાયુ હતું. જે મુજબ જામનગર જિલ્લાના પણ અનેક  જળપલવીત વિસ્તારોમાં બે દિવસથી પક્ષી ગણતરીનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.
જામનગર જિલ્લાના જોડીયા, સિક્કા ,જામજોધપુર, લાલપુર, ધ્રોલ સહિતના વિસ્તારોમાં આ પંખીઓ આશરો લેતા હોય છે, આવી કુલ ૬૧ સાઈટ શોધી કાઢવામાં આવી છે. આ બે દિવસની પક્ષી ગણતરીમાં આશરે ૯૫ લોકો જોડાયા હતાં જેમાં પક્ષીવિદો અને વન વિભાગના સ્ટાફનો સમાવેશ થાય છે. આ પક્ષી ગણતરી કામગીરીમાં ઇબર્ડ એપનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પછી આગામી ૨૩, ૨૪ ડિસેમ્બર અને ત્યાર પછી ૩૦ અને ૩૧ ડીસેમ્બરના પણ બીજા અને ત્રીજા તબક્કાની પક્ષી ગણતરી હાથ ધરવામાં આવનાર છે.
જ્યારે વિશ્વવિખ્યાત જામનગરના ખીજડીયા બર્ડ સેંચૂરીમાં આગામી જાન્યુઆરી માસમાં પક્ષી ગણતરી કરવામાં આવશે. જ્યાં દેશ-વિદેશથી શિયાળામાં હજારો પક્ષીઓનું  આગમન થતું હોય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application