જામજોધપુર તાલુકાના વિરપુર ગામની બીમાર યુવતીનો ગળાફાંસા દ્વારા આપઘાત

  • July 05, 2021 10:20 AM 

પાંચેક વર્ષથી માથામાં ગાંઠની બીમારી હોવાના કારણે જીંદગીથી કંટાળી જઇ ભરેલું આત્મહત્યાનું પગલું

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વીરપુર ગામમાં રહેતી એક અપરણિત યુવતી એ પોતાને પાંચ વર્ષ જૂની માથાની બીમારીથી કંટાળી જઇ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. જે મામલે શેઠ વડાળા પોલીસ વધુ તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના વીરપુર ગામમાં રહેતી અને ખેતીકામ સંભાળતી સરોજબેન અરજણભાઈ ખરા નામની અઢાર વર્ષની અપરિણીત યુવતી, કે જેને છેલ્લાં પાંચેક વર્ષથી માથામાં ગાંઠ થઈ હોવાથી સતત દુખાવો રહેતો હતો, અને છેલ્લા પાંચ દિવસથી તેના કારણે તાવની બિમારીમાં ભટકાઈ ગઈ હતી.

જે બીમારીથી તંગ આવી જઇ તેણી એ ૧ જુલાઈના દિવસે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરી લેતાં તેણીને બેભાન અવસ્થામાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જયાં ગઈ કાલે સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજયું હતું.

આ બનાવ અંગે મૃતકના પિતા અરજણભાઈ દેવાભાઈ ખરા એ પોલીસને જાણ કરતાં શેઠવડાળા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે તેમજ હોસ્પિટલે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)