જૂનાગઢમાં નવરાત્રીમાં દસ બહેનોને સિલાઇ મશીન અર્પણ કરાશે

  • October 28, 2020 02:04 AM 793 views

કોરોનાની મહામારીમાંથી સમગ્ર વિશ્ર્વ આજે બહાર આવવા માટે મથામણ કરી રહ્યું છે. લાંબા લોકડાઉનના કારણે લોકોના ધંધા-રોજગાર પર ખુબ જ માઠી અસર પડી છે. હજારો લોકોની રોજગારી છીનવાઇ ગઇ છે. તેવા સમયે જૂનાગઢ શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી શરૂ થયેલી પરંપરા અનુસારમાં આદ્યશક્તિની આરાધનાના પૂર્વ નવરાત્રિ દરમિયાન દસ બહેનોને માતાજીની પ્રસાદીરૂપે રોજગારીના માધ્યમ એવા સિલાઇ મશીન અર્પણ કરવાનો મહત્વનો કાર્યક્રમ જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ તથા આહિર મહિલા મંડળના ઉપક્રમે રાખવામાં આવ્યો છે.


બહેનો આત્મનિર્ભર બનીને પરિવારનો ઉત્કર્ષ કરી શકે અને બાળકોમાં શિક્ષણ સાથે સંસ્કારોનું સિંચન કરી શકે તે માટે સિલાઇ મશીન વિતરણનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું હોવાનું જણાવતા સમુહલગ્ન પ્રણેતા અને સમાજસેવક હરસુખભાઇ વઘાસીયા તથા આહિર સમાજના અગ્રણી હમીરભાઇ રામે જણાવ્યું છે કે, જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ અને આહિર મહિલા મંડળના ઉપક્રમે આગામી તા.૧૮ને રવિવારે બીજા નોરતાએ બપોરે ૪-૩૦થી ૬-૦૦ કલાકે ભવનાથમાં શેરનાથબાપુની જગ્યા સામે આવેલ અવધૂત આશ્રમમાં દસ સર્વજ્ઞાતિય બહેનોને નિ:શુલ્ક સિલાઇ મશીન અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં આવી રીતે ૪૫૨૫ જેટલા બહેનોને સિલાઇ મશીન આપવામાં આવ્યા છે. જેના થકી અનેક બહેનો રોજગારી મેળવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application