સાત વર્ષની બાળકી સિરપ્ની બદલે દવા પી જતા મોત, ડરના લીધે માતાએ પણ ઝેર પીધું

  • March 05, 2024 04:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના કોઠારીયા રોડ પરના રણુજા મંદિર પાછળ સોમનાથ સોસાયટી-7માં રહેતા માતા-પુત્રીને ઝેરી દવાની અસર થતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં પુત્રીનું મોત નીપજ્યું હતું. બનાવથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

બનાવની મળતી વિગત મુજબ કોઠારીયાના સોમનાથ સોસાયટી-7માં રહેતા સુધાબેન મુકેશભાઈ રાજ્યગુરુ (ઉ.વ.32) અને તેની પુત્રી ખુશી (ઉ.વ.7)ને ઝેરી દવાની અસર થઇ હોવાથી વહેલી સવારે 6 વાગ્યે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જેમાં પુત્રીની ખુશીની હાલત ગંભીર જણાતા તેને કે.ટી.ચિલ્ડ્રન વિભાગમાં દાખલ કરવામાં આવતા તેનું ચાલુ સારવાર દરમિયાન મોત થતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. બનવાની જાણ થતા આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.

સુધાબેને કહ્યું હતું કે, પુત્રી ખુશી સવારે શરદી-ઉધરસની સીરપ્ની બોટલના બદલે ઝાડ પાનમાં છાંટવાની ઝેરી દવાની બોટલમાંથી દવા પી લેતા હું ગભરાઈ ગઈ હતી અને પુત્રીને સાચવી નથી શકતી એવો પતિ ઠપકો આપશે એ બીકથી મેં પણ ઝેરી દવા પી લીધી હતી. આટલું કહ્યા બાદ બેભાન થઇ ગયા હતા.

મૃતકના માસી સહિતના સ્વજન દ્વારા જણાવ્યું હતું કે, સુધાના પ્રથમ લગ્ન તુટી ગયા બાદ દસેક વર્ષ પહેલા ગુંદાવાડીમાં રહેતા મુકેશભાઈ રાજ્યગુરુ સાથે પ્રેમ થઇ જતા મુકેશભાઈ પરણિત અને સંતાનોના પિતા હોવાથી બંને મૈત્રી કરાર કરી ને રહેતા હતા જેમાં સુધાબેનને મુકેશભાઈ થકી સંતાનમાં પુત્રી ખુશીની પ્રાપ્તિ થઇ હતી. સવારે બનાવ બન્યો ત્યારે મુકેશભાઈને ફોન કર્યો હતો અને ખુશીને ઝેરી અસર થઇ હોવાની જાણ કરતા તે ઘરે આવી ગયા હતા બંનેને સારવાર માટે ખસેડ્યા હતા. આ અંગે મુકેશભાઈ રાજ્યગુરૂએ જણાવ્યું હતું કે, હુ પ્રથમ પત્ની અને બે સંતાન સાથે રહું છું, સુધા જયારે કેવડાવાડીમાં નોકરી કરતી ત્યારે તેની સાથે પ્રેમ થઇ જતા બંનેને મૈત્રી કરાર કયર્િ હતા. અને સંતાનમાં એક પુત્રી ખુશી હતી.
હકીકતમાં સુધાબેનના કહેવા મુજબ પુત્રીએ ભૂલથી સિરપ્ના બદલે ઝેરી દવા પી લીધી હતી કે અન્ય કાંઈ બન્યું હતું. એ વિશેષ તપાસ આજીડેમ પોલીસે વિશેસ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News