આફ્રિકી દેશ યુગાન્ડામાં એક નાનો કેપ્ટન દુનિયાભરમાં લોકપ્રિય બની રહ્યો છે. કારણકે આ કેપ્ટનની ઉંમર માત્ર સાત વર્ષ છે અને તેને ત્રણ પેસેન્જર વિમાન ઉડાડીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે.
આ નાનકડા કેપ્ટને સોશિયલ મીડિયા ઉપર તો પ્રશંસાની વર્ષા પોતાને નામ કરી લીધી છે આ. બાળકનું નામ ગ્રાહમ શેમા છે. ગ્રાહમ શેમા અમેરિકાના ચર્ચિત ઉદ્યોગપતિ એલન મસ્તની ખૂબ પ્રશંસા કરે છે અને તેને પોતાના રોલ મોડલ માને છે. ગ્રાહમ શેમા વિમાન વિશે અદભુત માહિતી છે અને તેઓ ઉડાન ભરવાની કળા માં પણ માહિર છે. તેના કારણે દુનિયાભરમાં લોકો તેને કેપ્ટન કહીને બોલાવે છે.
અગાઉ પણ 3 વખત ટ્રેઇની વિમાન ઉડાવી ચૂક્યો છે. ગ્રાહમ શેમા ગણિત અને વિજ્ઞાનના વિષયોને પસંદ કરે છે. ગ્રાહમ શેમાનું સપનું પાયલોટ અને એસ્ટ્રોનોડ બનવાનું છે. એક દિવસ મંગળ પર જવા ઈચ્છે છે.
ખુલ્લી આંખે સપના જોવાને બદલે સપના સાકાર કરવામાં જ અત્યારથી વ્યસ્ત બની ગયો છે. નાનકડો સાત વર્ષનો છોકરો હજારો લાખો યુવાનોની પ્રેરણા બની ગયો છે. તેમજ જ્યારે નાનો હતો ત્યારે તેને મંગળ ગ્રહ પર જવાની ઈચ્છા થઈ. ત્યારે પોલીસના હેલિકોપ્ટરે ઉડાન ભરી હતી અને આ ઘટના યુગાન્ડાની રાજધાની કંપાલાના બહારી વિસ્તારમાં થઈ હતી. આ ઘટના સમયે ગ્રાહમ શેમા ઘરની બહાર રમી રહ્યો હતો. વિમાનની જોઈને તેના મગજમાં પણ બેસી ગયું કે પોતાને પાયલોટ થવું છે અને વિમાન ચલાવવું છે. બસ પછી તો શું કરે. ગ્રાહમ શેમા લાગી પડ્યો અને આમ માત્ર સાત વર્ષની ઉંમરે પેસેન્જર વિમાનને ચલાવતો થઈ ગયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationદ્વારકા : દરિયામાંથી મળ્યો મહિલાનો મૃતદેહ
April 15, 2021 07:32 PMરાજકોટ : મૃતદેહ મેળવવા માટે થાય છે ૧૮ કલાક
April 15, 2021 07:28 PMરાજકોટ : દાણાપીઠમાં દુકાનો બપોરના 3 વાગ્યા બાદ રહેશે બંધ
April 15, 2021 07:25 PMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech