રાજકોટમાં મેગા ડિમોલિશનનો દોર શરૂ થશે

  • October 08, 2024 03:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના કાલાવડ રોડ ઉપર ટીઆરપી ગેમઝોનમાં સર્જાયેલા ભયાનક અગ્નિકાંડમાં બાળકો સહિત 27 નાગરિકો જીવતા ભૂંજાઇ જતા કરૂણ મોત નિપજ્યા હતા અને અગ્નિકાંડની દુર્ઘટનામાં ક્યાંકને ક્યાંક ગેરકાયદેસર બાંધકામ કારણભૂત નિકળ્યું હતું ત્યારે શહેરમાં ગેરકાયદે બાંધકામોને કારણે કોઇ દુર્ઘટના ન બને તે માટે શહેરમાં અગાઉ જે ગેરકાયદે બાંધકામો 260(2)ની નોટીસ આપવામાં આવી હોય અને આજ સુધી કોઈ કાર્યવાહી ન થઇ હોય તેવા બાંધકામો હટાવવા મહાપાલિકાએ તૈયારી શરૂ કરી છે. શહેરના ત્રણેય ઝોનમાં આ પ્રકારના બાંધકામોની યાદી તૈયાર કરી પ્રથમ કોમર્શીયલ ગેરકાયદેસર બાંધકામો કે જ્યાં વધુ ભીડ એકત્રિત થતી હોય તેવા ગેરકાયદે બાંધકામોનું ઝડપથી ડિમોલિશન કરવાની સુચના આપવામાં આવી છે તેમજ નોટીસનો જવાબ આવી ગયેલ હોય તેવા બાંધકામોની પુન:ચકાસણીનો આદેશ કરાયો છે. વિશેષમાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઇએ જણાવ્યું હતું કે, ગેરકાયદેસર બાંધકામો વિરુદ્ધ ટીપી વિભાગ દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. હાલમાં ચાલુ રહેલા તમામ ગેરકાયદેસર બાંધકામોને પ્રથમ 260(1)ની નોટીસ આપવામાં આવી છે તેમજ આ નોટીસની બજવણી બાદ સંતોષજનક જવાબ રજૂ થયો ન હોય અને નિયમ વિરુદ્ધનું બાંધકામ હોય તેવા ગેરકાયદે બાંધકામોને 260(2)ની નોટીસ આપવાની કામગીરી હાલ ચાલી રહી છે. જ્યારે છેલ્લા બે વર્ષ દરમિયાન 260(2)ની નોટીસ અપાઇ ગઇ હોય અને આ બાંધકામ વિરુદ્ધ કોઈ જાતની કાર્યવાહી આજ સુધી કરવામાં ન આવી હોય તેવા ગેરકાયદેસર બાધકામોનું લિસ્ટ તૈયાર કરવા માટે ઝોનવાઇઝ સુચના આપવામાં આવી છે. જેમાં મોલ તેમજ કોમર્શીયલ બિલ્ડીંગો કે જ્યાં વધુ માત્રામાં ઓફિસો તેમજ દુકાનો હોય અને વધુ લોકો એકઠા થતાં હોય તેવા ગેરકાયદેસર બાંધકામો વિરુદ્ધ ઝડપી અને પ્રથમ કાર્યવાહી કરવામાં આવશે. તેવી જ રીતે રહેણાકના બાંધકામોમાં પણ વધારાનું બાંધકામ થયું હોય અને ઈમ્પેક્ટ ફીના કાયદામાં ન આવતા હોય તે પ્રકારના બાંધકામો દૂર કરવા માટે કાર્યવાહી હાથ ધરાશે હાલ ત્રણેય ઝોનમાં અધિકારીઓને તેમના ઝોનમાં આવતા તમામ વોર્ડમાં આવેલ ગેરકાયદેસર બાંધકામોનું લીસ્ટ તૈયાર કરવાની સૂચના તેમજ અગાઉ 260 (2)ની નોટીસ અપાઇ હોય અને કાર્યવાહી બાકી હોય તેવા ગેરકાયદેસર બાંધકામોની ફરી વખત સ્થળ તપાસ કરી તેનું અલગથી લીસ્ટ તૈયાર કયર્િ બાદ ઝડપથી કાર્યવાહી કરવામાં આવે તેવી સુચના આપવામાં આવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application