જામનગરમાં ન્યુ સાધના કોલોની વિસ્તારમાં રહેતા ભંગારના વિક્રેતા એ પોતાના ધંધામાં નુકસાની થઇ હોવાથી જિંદગીથી તંગ આવી જઇ ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ન્યુ સાધના કોલોની ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન નંબર ૬૧૩ માં રહેતા અને ભંગારનો વેપાર કરતા બ્રિજેશ જયંતિલાલ સામાણી નામના ૪૧ વર્ષના યુવાને ગઈકાલે જામનગર -રાજકોટ રોડ પર એક હાઇવે હોટલ પાસે જઈ ઝેરી દવા પી લેતાં તેને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા, જયાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવ અંગે મૃતકના પુત્ર નિકુંજ બ્રિજેશભાઈ સામાણીએ પોલીસને જાણ કરતાં પંચકોશી બી. ડિવિઝન પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે. અને તેના આત્મહત્યાના પગલાં અંગે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.
પ્રાથમિક પૂછપરછ દરમિયાન મૃતકના પિતા ભંગારની લે-વેચનો વેપાર કરતા હતા. જે ધંધામાં નુકસાની જવાના કારણે આ પગલું ભરી લીધાનું જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોલીસ ભરતીમાં બોગસ ઉમેદવારનો પર્દાફાશ: મહેસાણામાં બનાવટી કોલલેટર સાથે યુવક ઝડપાયો
January 23, 2025 09:10 PMરાજકોટના જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી દ્વારા અરજી બે દિવસીય નિકાલ ઝુંબેશ સફળ
January 23, 2025 07:23 PMગુજરાતમાં આ વર્ષે આટલા લાખ વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા...આંકડા જાહેર
January 23, 2025 07:21 PMથાઈલેન્ડમાં સમલૈંગિક લગ્નનો કાયદો લાગુ, સમલૈંગિક યુગલો લગ્નગ્રંથિથી જોડાયા, એશિયાનો ત્રીજો દેશ બન્યો
January 23, 2025 07:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech