રાજકોટમાં મહાપાલિકાના પાપે ખ્યાતિકાંડ સર્જાઇ શકે

  • December 07, 2024 02:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદમાં સર્જાયો તેવો ખ્યાતિકાંડ રાજકોટમાં પણ સર્જાઇ શકે તેમ છે, રાજકોટ શહેરમાં ૩૦૦૦થી વધુ હોસ્પિટલો, લેબોરેટરીઓ અને નાના મોટા દવાખાનાઓ કાર્યરત હોવાનો પ્રાથમિક અંદાજ છે, અલબત્ત રાજકોટ મહાપાલિકા કે આરોગ્ય શાખા પાસે તો આ અંગે કોઇ ડેટાબેઝ જ ઉપલબ્ધ નથી.રાજકોટ મહાપાલિકામાં આયુષ્યમાન કાર્ડના લાભાર્થીઓ તરફથી હોસ્પિટલો સામે આવતી ફરિયાદો દર સાહે એક વખત સાંભળવામાં આવે છે પરંતુ ત્યારબાદ તે ફરિયાદો, ફરિયાદ અન્વયે કરાયેલી કાર્યવાહી અને દંડની વિગતો અકળ કારણોસર જાહેર કરાતી નથી. જો આ વિગતો જાહેર કરાય તો અનેક દર્દીઓ સાથે છેતરપિંડી થતી અટકી શકે તેમજ અન્ય દર્દીઓ આવી હોસ્પિટલમાં જવાનું ટાળે. અલબત્ત આ ફરિયાદો સાંભળવાની કામગીરી પણ સરકારના આરોગ્ય વિભાગના પરિપત્રિત આદેશ અન્વયે શ થઇ છે તે ઉલ્લેખનીય છે.

રાજકોટ મહાપાલિકાની આરોગ્ય શાખા દર સોમવારે વિકલી એપેડમિક રિપોર્ટ જાહેર કરે છે તેમાં રાજકોટ મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રોમાં નોંધાયેલા કેસો ઉપરાંત શહેરની કોર્પેારેટ, ખાનગી અને ટ્રસ્ટની એવી ત્રીસેક હોસ્પિટલોમાંથી વિગતો મેળવી આકં જાહેર કરાય છે યારે રાજકોટમાં ૩૦૦૦ હોસ્પિટલો અને દવાખાનાઓ કાર્યરત છે ! એકંદરે રોગચાળાની સત્ય હકીકત કયારે સામે આવતી નથી. કયારેક તો મ્યુનિ.વિકલી એપેડમિક રિપોર્ટમાં જાહેર થતા કેસની આંકડાકીય વિગતો વાંચી ખાનગી તબીબો હસતા હસતા કહેતા હોય છે કે આટલા કેસ તો મારા એરિયામાં છે અને તેઓ મારી પાસે સારવાર લઇ રહ્યા છે. ફકત રોગચાળાના આકંડા  જાહેર કરવાને જ પોતાની ડુટી માનતી આરોગ્ય શાખા અને સમગ્ર મહાપાલિકા તંત્રએ જન આરોગ્યના હિતમાં અનેક કામગીરી કરવાની હોય છે પણ રાજકોટમાં થતી નથી.

હોસ્પિટલોમાં મહાનગરપાલિકાએ આ છ ચેકિંગ કરવા આવશ્યક


  • ફાર્મસી સ્ટોર્સના શોપ લાયસન્સ

રાજકોટ મહાપાલિકાના હદ વિસ્તારમાં કાર્યરત લગભગ દરેક હોસ્પિટલોમાં ફાર્મસી સ્ટોર હોય છે અને હોસ્પિટલ દ્રારા લખાતી દવાઓ તેના જ સ્ટોરમાંથી મળે તેવી મોનોપોલી હોય છે ત્યારે હોસ્પિટલે ફાર્મસી સ્ટોરના શોપ લાયસન્સ લીધું છે કે નહીં તેનું પણ કયારેય ચેકિંગ થતું નથી. જો થાય તો ઘણું શંકાસ્પદ મળી શકે છે.

  • ફાયર સેફટી અને એનઓસી

રાજકોટ મહાપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ બ્રાન્ચ દ્રારા એકાદ વર્ષ પૂર્વે શહેરની તમામ હોસ્પિટલોમાં ફાયર સેફટી અને ફાયર એનઓસી અંગે દર સાહે નિયમિત ચેકિંગ કરવામાં આવતું હતું જે છેલ્લા છ મહિનાથી સદંતર બધં થઇ ગયું છે અને હવે કયારથી ફરી શ થશે તેની કોઇને ખબર નથી. જો કે, સો મણનો સવાલ એ છે કે, બધં શા માટે કરાયું?

  • બીયુપી–વપરાશના પ્રકારમાં હેતુફેર

રાજકોટની હોસ્પિટલોમાં પ્લાનથી વધારાનું બાંધકામ, ટેરેસ ઉપર ફાયબર ડોમ, માર્જિન પાકિગમાં તેમજ સેલરમાં બાંધકામ જોવા મળે છે. હોસ્પિટલોમાં બીયુપી અંગે કે વપરાશના પ્રકારમાં કરાયેલા હેતુફેર અંગે કયારેય ચેકિંગ થતું નથી. અમુક હોસ્પિટલોમાં તો પાકિગ પ્લેસમાં તબીબોના જ વાહન પાર્ક થાય છે દર્દીઓ કે તેમના પરિવારજનોને ત્યાં પાર્ક કરવાની મનાઇ હોય છે.

  • પ્રોફેશનલ ટેકસ અને પ્રોપર્ટી ટેકસ

રાજકોટમાં મધ્યમવર્ગીય પરિવારના મકાન કે સામાન્ય વેપારીની દુકાનનો .૧૦ હજારનો વેરો બાકી હોય તો નોટિસ ફટકારતી મ્યુનિ.ટેકસ બ્રાન્ચ કયારેય હોસ્પિટલોના બાકી પ્રોપર્ટી ટેકસ તેમજ તેમાં ફરજ બજાવતા તબીબોના પ્રોફેશનલ ટેકસ અંગે ચેકિંગ કરતી નથી તે વાસ્તવિકતા છે. દર્દીઓ પાસેથી લાખો પિયા પડાવતી હોસ્પિટલો વેરો ભરવામાં ઠાગા ઠૈયાં કરતી હોય છે.

  • બાયો મેડિકલ વેસ્ટ નિકાલનું ચેકિંગ

રાજકોટમાં કાર્યરત કોર્પેારેટ અને ખાનગી હોસ્પિટલો અનેક વખત જોખમી અને ચેપી બાયો મેડિકલ વેસ્ટનો જાહેર માર્ગેા ઉપર તેમજ મ્યુનિ.કચરાપેટી કે ટીપરવાનમાં કરતા ઝડપાઇ છે તેમ છતાં હાલમાં હોસ્પિટલોમાં બાયો મેડિકલ વેસ્ટના નિકાલની શું વ્યવસ્થા છે તેનું ચેકિંગ પણ બધં છે. જો ફરી ચેકિંગ શરૂ કરાય તો અનેક હોસ્પિટલો ઝડપાશે.

  • કેન્ટીન સ્ટોરના ફૂડ લાયસન્સ

રાજકોટ મહાપાલિકાની ફૂડ બ્રાન્ચના કાર્યક્ષેત્ર હેઠળ આવતી અનેક હોસ્પિટલોમાં કેન્ટીનની સુવિધા ઉપલબ્ધ હોય છે પરંતુ તે કેન્ટીનના ફડ લાયસન્સ મેળવ્યા છે કે લાયસન્સ વિના જ ધમધમે છે કે પછી તેની ફડ કવોલિટીનું ચેકિંગ કે સેમ્પલિંગ થતું નથી. કેન્ટીનમાં યોગ્ય વેન્ટીલેશન છે કે નહીં તેની પણ ચકાસણી કરાતી નથી




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News