જૂનાગઢ પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતે સેફ્ટી અવરનેસ કાર્યક્રમ યોજાયો

  • August 07, 2024 05:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢ પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતે એસડીઆરએફ ગ્રુપ -૮ ગોંડલની ટીમ દ્વારા સેફ્ટી અવરનેસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.જેમાં આકસ્મિક કુદરતી આફતોની પરિસ્િિતમાં સાવચેતી માટે ૩૦૦ી વધુ વિર્દ્યાીઓને તાલીમ આપવામાં આવી હતી. આપત્તિ વ્યવસપન ભવનના ડી.પી.ઓ ત્રિવેદી , સ્કૂલના ડાયરેકટર ડો. માતંગભાઈ પુરોહિત,  એસડીઆરએફ ટીમના કમાન્ડર એમ. બી. વાણીયા હાજર રહેલ હતા. ૩૦૦ી વધુ બાળકો અને શિક્ષકગણ હાજર રહેલ.


પ્રેમાનંદ વિદ્યા મંદિરમા એસડીઆરએફ ગ્રુપ-૮ ટીમ દ્વારા બાળકોને પૂર, વાવાઝોડું, ભૂકંપ, આગ જેવી ઘટનાઓ વખતે શું કાળજી રાખવી, કેવી તૈયારી હોવી જોઈએ આપદા દરમિયાન શું કરવું, શું ન કરવું વગેરે બાબતોનું માર્ગદર્શન આપવામાં આવેલ હતુ.તેમજ પૂર જેવી સ્િિતમાં બાળકો પોતાનો બચાવ કરી શકે તે માટે ર્મોકોલ, બોટલ, નાળિયેર, પાણીના કેન વગેરેનો રાફટ બનાવી કેવી રીતે ઉપયોગ કરી શકાય તે બાબતે માર્ગદર્શન આપ્યું. તેમજ સા૫ કરડવુ સહીતની બાબતે  પ્રેક્ટીકલ તાલીમ આપવામાં આવી હતી. ટીમ દ્વારા બચાવ કામગીરીમાં ઉપયોગી લેવાતા સાધનો જેવા કે બોલ્ટ કટર, એક્સ, ફાયર એક્સ, પીગ મટક, ધારીયા કાર્બાઇડ ચેન શા, રોટરી રેસ્ક્યુ શા, બેઝલાઈટ, લાઈફ રીંગ, લાઈફ જેકેટ વગેરે સાધનોની ડિસ્પ્લે કરી વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. પ્રેમાનંદ વિદ્યામંદિરના ડાયરેક્ટર ડો.માતંગ પુરોહિતના જણાવ્યા મુજબ આપત્તિ વ્યવસપનના જાગૃતિ કાર્યક્રમો દ્વારા વિર્દ્યાિઓ કુદરતી આપત્તિઓ માટે સાવધાન બને છે તા ઓચિંતી ઉભી તી ઘટનામાં કે પોતાનો જીવ બચાવી શકે તા અન્યને પણ મદદ કરી શકે છે.આ પ્રકારની તાલીમ ખૂબ જ મહત્વની છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application