આડેધડ વૃક્ષારોપણનું પરિણામ.....રાજકોટમાં વરસાદથી નવ દિવસમાં ૬૦૨ વૃક્ષ ધરાશાયી

  • September 04, 2024 02:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં આડેધડ કરાયેલા વૃક્ષારોપણના પરિણામે ભારે વરસાદથી નવ દિવસમાં ૬૦૨ વૃક્ષ ધરાશાયી થયા છે. રાજકોટમાં ચાલુ વર્ષે વરસ્યો તેનાથી રેકોર્ડબ્રેક વરસાદ અગાઉના વર્ષેામાં અનેક વખત વરસી ચુકયો છે, અનેક વાવાઝોડા આવી ચુકયા છે પરંતુ કયારેય આટલી મોટી માત્રામાં વૃક્ષો ધરાશાયી થયા નથી. યારે ચાલુ વર્ષે ૬૦૨ વૃક્ષ ધરાશાયી થયા તેનું મુખ્ય કારણ આડેધડ કરાતું વૃક્ષા રોપણ છે. રાજકોટમાં ઘર કે દુકાનની બહાર માર્જિન પાકિગની જગ્યામાં થોડું ઘણું ગેરકાયદે બાંધકામ કે દબાણ કયુ હોય તેને ઢાંકવા માટેની આડશ મળી રહે તેવા હેતુથી પણ વૃક્ષારોપણ કરાય છે, આ રીતે અને આવા હેતુથી રોપેલાં વૃક્ષો વાવાઝોડા અને ભારે વરસાદ વેળાએ આફત બની નિર્દેાષ રાહદારીઓ કે વાહનચાલકો ઉપર ખાબકે છે.
રાજકોટ શહેરમાં જન્માષ્ટ્રમી પર્વના તહેવારોમાં પાંચ દિવસમાં ૩૨ ઈંચ જેવો ભારે વરસાદ વરસતા તેમજ મોસમનો કુલ ૫૧ ઈંચ વરસાદ વરસતા સમગ્ર શહેરના કુલ ૧૮ વોર્ડમાં છેલ્લા નવ દિવસમાં ૬૦૨ જેટલા વૃક્ષ ધરાશાયી થયાની ફરિયાદો તેમજ વૃક્ષ નમી ગયા, ડાળીઓ તૂટી, વૃક્ષ વીજ થાંભલા સાથે અથડાવું, પાર્ક કરેલા વાહન ઉપર વૃક્ષ ખાબકયા સહિતની ફરિયાદો મહાનગરપાલિકાની ગાર્ડન બ્રાન્ચ દ્રારા રાઉન્ડ ધ કલોક ત્રણ શિટમાં ટીમો બનાવીને ઉકેલવામાં આવી હતી.
વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાની ગાર્ડન કમિટીના ચેર પર્સન સોનલબેન જિતેન્દ્રભાઇ સેલારાએ જણાવ્યું હતું કે ગાર્ડન શાખા દ્રારા પ્રિ–મોન્સુન કામગીરીના ભાગપે શહેરમાં આવેલ મુખ્ય રસ્તાઓ પર નમી ગયેલા, ટ્રાફીકને અવરોધપ અને સૂકા વૃક્ષો, ભયગ્રસ્ત વૃક્ષો તેમજ વૃક્ષોની ડાળીઓના જરી સર્વે કરી આવા ભયગ્રસ્ત વૃક્ષો તેમજ વૃક્ષોની ડાળીઓને દૂર કરવા માટે રોશની વિભાગ, પીજીવીસીએલ તેમજ ટ્રાફિક પોલીસ વિભાગ સાથે સંકલન કરીને ઉકેલવામાં આવી હતી.
દરમિયાન રાજકોટ મહાનગરપાલિકાની પાર્કસ એન્ડ ગાર્ડન બ્રાન્ચના ડિરેકટર ડો.આર.કે.હીરપરાએ જણાવ્યું હતું કે તા.૨૫ ઓગસ્ટથી તા.૨ સપ્ટેમ્બર સુધીના ૯ દિવસમાં ધરાશાયી થયેલા ઉપરોકત ૬૦૨ વૃક્ષ દૂર કરાયા બાદ હાલમાં પણ રાઉન્ડ ધ કલોક ત્રણ ટીમ બનાવીને ત્રણ શિટમાં વૃક્ષ કે વૃક્ષની ડાળીઓ તૂટી પડી હોય તે ઉપાડવાની કામગીરી સતત ચાલુ જ છે. હાલ એકંદરે વરસાદનો વિરામ હોય કામગીરી વધુ ઝડપી બની છે

ગાર્ડન સ્ટાફની દ્રષ્ટ્રિએ વૃક્ષ ધરાશાયી થવાના કારણો
– યોગ્ય પધ્ધતિસરના બદલે આડેધડ વૃક્ષારોપણ
– નાની જગ્યામાં મોટા અને વધુ માત્રામાં વૃક્ષ રોપવા
– વૃક્ષો ફરતે કીડીયાં પુરવાથી કીટકો મુળ નબળા પાડે
– વૃક્ષો ફરતે ઉંદરોના દર બનવાથી મુળ નબળા પડે
– વૃક્ષ વચ્ચે અંતર રાખવાને બદલે બાજુ બાજુમાં રોપવા
– વૃક્ષ રોપ્યા બાદ તેનો યોગ્ય ઉછેર નહીં કરવાથી
– વૃક્ષને નિયમિત પાણી ન મળે તો જમીનથી પકડ ગુમાવે
– ભયગ્રસ્ત જણાતા વૃક્ષો સમયસર દૂર નહીં કરવાથી
– ભારે પવન કે વાવાઝોડું ફંકાવાથી
– ભારે વરસાદથી જમીનમાં પોલાણ થતા વૃક્ષો પડ

કયા વોર્ડમાં કેટલા વૃક્ષ ધરાશાયી
વોર્ડ નંબર વૃક્ષ સંખ્યા
વોર્ડ નં.૧ ૨૪
વોર્ડ નં.૨ ૫૩
વોર્ડ નં.૩ ૨૨
વોર્ડ નં.૪ ૨૧
વોર્ડ નં.૫ ૨૫
વોર્ડ નં.૬ ૩૩
વોર્ડ નં.૭ ૨૪
વોર્ડ નં.૮ ૪૯
વોર્ડ નં.૯ ૪૦
વોર્ડ નં.૧૦ ૭૧
વોર્ડ નં.૧૧ ૨૬
વોર્ડ નં.૧૨ ૧૦
વોર્ડ નં.૧૩ ૯૨
વોર્ડ નં.૧૪ ૨૦
વોર્ડ નં.૧૫ ૩૭
વોર્ડ નં.૧૬ ૨૧
વોર્ડ નં.૧૭ ૧૭
વોર્ડ નં.૧૮ ૧૭
કુલ સંખ્યા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application