ઉનાનાં પાલડી ગામે ઘરમાં ઘુસેલા દીપડાનું વન વિભાગ દ્વારા રેસ્કયુ ઓપરેશન જારી

  • June 20, 2024 11:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉના ગીરગઢડા પંકમાં ખુંખાર વન્ય પ્રાણી દિપડાની અગણિત સંખ્યામાં વધારો તાં ગ્રામિણ અને દરિયાઈ સિમાંકન વિસ્તારમાં ઘર બનાવી વસવાટ કરતાં હોય અને શિકારની શોધમાં રહેણાકિય વિસ્તારમાં આવી ચડતાં ગ્રામિણ ક્ષેત્રોમાં વસતાં લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. ચોવીસ કલાક પહેલાં ગીરગઢડાનાં ખિલાવડ ગામે વહેલી સવારે દિપડી રહેણાકિય વિસ્તારમાં બંધ મકાનમાં ધુસી જતાં વન્ય અધિકારી દ્વારા રેસ્કયુ કરી પાંજરે પુરી હતી ત્યાર બાદ ગત બપોરનાં સમયે પાલડી ગામે આવેલ કોશાર સીમ વિસ્તારમાં દેવશીભાઇ રાધભાઈ સોલંકીની વાડીમાં આવેલ નીરણ રાખવાની ઓરડીમાં દિપડો ધુસી જતાં ભારે નાસભાગ મચી ગઇ હતી અને તાત્કાલિક વન્ય અધિકારીને જાણ કરાતાં જશાધાર રેન્જ નાં આર એફ ઓ ભરવાડ અને બીડ ગાર્ડ વન્ય વિભાગની રેસ્કયુ ટીમ એનીમલ કેર સેન્ટર નાં તબીબ સો પાંજરા લઈ પાલડી ગામે ધટના સ્ળે પહોંચી સંપુર્ણ પ્લાનિંગ કરી દિપડાને સુરક્ષીત કોઈ માનવીને ઈજા પહોંચાડે નહીં તેની તકેદારી રાખી દિપડાનું રેસ્કયુ ઓપરેશન હા ધરેલ છે વન્ય અધિકારી અને રેસ્કયુ ટીમ માટે પડકારરૂપ આ દિપડો પકડવા મુસીબત એ ઊભી ઈ છે કે જે ઓરડીમાં દિપડો ધુસેલ છે ત્યાં આખો રૂમ ઘાસચારાનાં પૂળાી ભરેલ છે તેમાં દિપડો સંતાય ગયેલ હોય એનિમલ કેર સેન્ટરનાં તબીબ દ્વારા ગન મારફતે ઈન્જેકશન આપી બેભાન કરી શકાય તેવી સ્િિત નહીં હોવાી અધિકારી લાચાર બની રહ્યા છે, બીજી તરફ સંધ્યા સમયે અંધારાંમાં દિપડાને પકડવો પડકાર હોય રેસ્કયુ ટીમ દ્વારા ઓરડીનાં નળીયા ખસેડીને દીપડાને નિરણનાં પુળા વચ્ચેી બહાર લાવવા પ્રયત્ન કરાય રહ્યો છે ચારે તરફ ભારે બંદોબસ્ત હેઠળ આંખો વિસ્તાર કોર્ડન કરી લેવાયો છે અને પાંજરા સો વન્ય અધિકારી દ્વારા રેસ્કયુ ટીમને એલર્ટ કરી આ ખુંખાર દીપડા ને પકડી લેવા ઓપરેશન હા ધર્યું છેે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application