મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને સાંસદ પૂનમબેન માડમે કરેલી રજૂઆત: સીએમએ રાહત પેકેજની ખાતરી આપી
ગુજરાતમાં દ્વારકા જિલ્લામાં ચોમાસાની વર્તમાન સિઝનની સૌથી વધુ વરસાદ અત્યાર સુધી નોંધાયો છે અને કલ્યાણપુર તાલુકામાં તો વ્યાપક ખાનાખરાબી સર્જાઇ છે ત્યારે આગામી દિવસોમાં રાજય સરકાર તરફથી દ્વારકાના અસરગ્રસ્ત વિસ્તાર માટે રાહતનું એક મોટુ પેકેજ જાહેર થવાના સંજોગો ઉજળા બન્યા છે, કારણ કે મુખ્યમંત્રીને સાંસદ દ્વારા અસરગ્રસ્ત વિસ્તાર માટે રાહત પેકેજ આપવાની રજૂઆત કરી છે અને તેનો સાનુકુળ પ્રતિભાવ મળ્યો છે.
સૌ જાણે છે કે દ્વારકામાં આ વખતે બારે મેઘ ખાગા થઇને તુટી પડયા હતાં અને કલ્યાણપુર સહિતના તાલુકા વિસ્તાર રીતસર બેટ બની ગયા હતાં, દિવસો સુધી દ્વારકા જિલ્લો પાણી વચ્ચે ઘેરાયેલો રહ્યો હતો, એનડીઆરએફની ટીમ સહિત સ્થાનિક વહિવટી તંત્ર દ્વારા મોટા પાયે બચાવ કામગીરી કરવામાં આવી હતી.
ભારે વરસાદ અને પુરના કારણે એક તરફ ખેતીલાયક જમીનોનું ધોવાણ થઇ ગયું છે, બીજી તરફ ખેડુતોનો પાક તેમજ વાડીએ જતાં રસ્તાનું સંપૂર્ણ ધોવાણ થઇ ગયું છે, આ તમામ બાબતો સાથે સાંસદ પૂનમબેન માડમ દ્વારા મુખ્યમંત્રી સમક્ષ દ્વારકા-કલ્યાણપુર વિસ્તાર માટે ખાસ પેકેજ જાહેર કરવા માંગણી કરવામાં આવી છે. તેઓ ગાંધીનગર ખાતે સીએમને મળ્યા હતાં અને વરસાદ બાદ દ્વારકા જિલ્લામાં વેરાયેલા વિનાશ સંબંધે વિસ્તૃત વિગતો આપી હતી.
સાંસદે જણાવ્યું છે કે, જુલાઇ મહીનામાં દ્વારકા-કલ્યાણપુરમાં અતિભારે વરસાદ પડયો અને અનેક ગામડા બેટ બની ગયા હતાં, અસરગ્રસ્ત ગામડાઓની મુલાકાત લેવામાં આવ્યા બાદ સામે આવ્યું છે કે, ખેડુતોના પાકનું ધોવાણ થઇ ગયું છે, આટલું જ નહીં વાડીએ જવાના રસ્તા સંપૂર્ણ ધોવાઇ ગયા છે, ખેતીલાયક જમીનનું મોટાપાયે ધોવાણ થઇ ગયું હોવાથી ખેડુતોએ કુદરતી આફતમાં ઘણુ ગુમાવ્યું છે.
આ માટે પૂનમબેન માડમ દ્વારા પોતાના સંસદીય ક્ષેત્ર દ્વારકા-કલ્યાણપુર માટે ખાસ પેકેજની માંગણી મુખ્યમંત્રી સાથેની બ મુલાકાતમાં કરવામાં આવી હતી જેના ફળ સ્વપે દ્વારકા-કલ્યાણપુરને રાહત પેકેજ મળશે, કારણ કે મુખ્યમંત્રીએ પણ સત્વરે રાહત પેકેજ જાહેર કરવાની ખાતરી આપી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિવિલ વર્ષે ૨૦ લાખ, દર્દીઓ ૧૨ લાખ એજિલસ લેબોરેટરીને રિપોર્ટના ચૂકવે છે!
November 22, 2024 12:39 PMલોકપ્રિયતામાં આલિયા-દીપિકાનો ક્લાસ ગયો, સામંથા નંબર વન
November 22, 2024 12:22 PM'ધ સાબરમતી રિપોર્ટ'ના અભિનેતા વિક્રાંત મેસીએ ખોલી બોલીવુડની પોલ
November 22, 2024 12:21 PMજો તમને રજાઈમાં મોઢું ઢાંકીને સૂવાની આદત છે તો આજે જ છોડી દો, સ્વાસ્થ્યને થઇ શકે છે નુકસાન
November 22, 2024 12:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech