માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું રેકોર્ડબ્રેક ૧૦૦૧ ‚પિયે કિલો લેખે બે બોક્સનું થયું વેચાણ

  • December 04, 2024 02:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં આ વખતે પણ શિયાળાની શ‚આતમાં જ કેરીનું આગમન થયું છે અને છેલ્લા ત્રણ દિવસથી કેરી હરરાજીમાં વહેંચાઈ રહી છે. ત્યારે સવારે શ્રી ખોડીયાર ટ્રેડર્સ વાળા કેતનભાઇ રાયચુરાને ત્યાં ખંભાળા પંથકની બે બોક્સ કેરીની હરરાજી થઈ હતી. કારાભાઇ નાથાભાઇની વાડીએથી આવેલી કેરીનું વેચાણ થયુ હતુ. એક કિલો કેરીના ૧૦૦૧ ‚પિયા લેખે બે બોક્સ કેરીની હરરાજી કરવામાં આવી હતી જેના ૨૦ હજાર ૨૦ ‚પિયા ઉપજ્યા હતા. હરરાજી સમયે  વેપારી કેતનભાઇ રાયચુરાએ એવું જણાવ્યું હતું કે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ માર્કેટિંગ યાર્ડમાં બિલેશ્ર્વર અને તેની આજુબાજુના વિસ્તારમાંથી કેરી અત્યારથી જ આવી રહી છે અને તેની ખૂબ જ ઊંચા ભાવે હરરાજી થઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application