ભાવનગર જિલ્લા જેલમાં કાચા કામના કેદી તરીકે રહેલા યુવાને કોઈ કારણોસર વધુ માત્રામાં દવાના ટીકડા ખાઈ લેતા જેલ સત્તાવાળામાં ભારે દોડધામ મચી હતી. અને કેદીને બેશુદ્ધ હાલતે સારવાર માટે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું.
બનાવની પ્રાપ્ત પ્રાથમિક વિગતો મુજબ ભાવનગર જિલ્લા જેલમાં કાચા કામના કેદી તરીકે રહેલા મહેશ ધીરુભાઈ ચારોલીયા (ઉ. વ. આ. ૨૭)એ કોઈ કારણોસર વધુ માત્રામાં દવાના ટીકડા ખાઈ લેતા તેને બેશુદ્ધ હાલતે સારવાર અર્થે સર્ટી હોસ્પિટલના ઇમર્જન્સી વોર્ડમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં આગળ તેની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું. જેલમાંજ કાચા કામના કેદીએ દવાના ટીકડા ખાઈ લેતા જેલ સત્તાવાળાઓમાં ભારે દોડધામ મચી હતી. લોખંડી બંદોબસ્ત રખતો હોવા છતાં જેલની અંદર જ કાચા કામના કેદીએ દવાના ટીકડા ખાઈ લેતા જેલમાં દવા ક્યારે અને કેવી રીતે પહોંચી તે પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે. હાલ નીલમબાગ પોલીસે આ ઘટના અંગે જાણવા જોગ નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલગ્ન સીઝનમાં સસ્તું સોનું ભાવમાં એક હજારનો કડાકો
November 25, 2024 03:37 PMલાઈટ હાઉસમાં જમાદારના પુત્ર સહિત ત્રિપુટીનો આતંક: સોડા બોટલના ઘા કર્યા
November 25, 2024 03:34 PMગુજરાતના ૧૨ પ્રસિધ્ધ પ્રવાસન સ્થળો પર ૧૫ દિવસમાં ૭૧ લાખ સહેલાણીઓ આવ્યા
November 25, 2024 03:31 PMદોઢ લાખના ભાડે ટ્રકમાં બાડમેરથી ૨૩ લાખનો વિદેશી દારૂ ભરીને રાજકોટ લાવતા બેલડી પકડાઇ
November 25, 2024 03:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech