કોટડાસાંગાણીના વેરાવળમાં ગ્રામ પંચાયત દ્રારા 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત રેલી યોજાઈ

  • August 13, 2024 10:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કોટડાસાંગાણી તાલુકા નું વેરાવળ ગામ પણ દેશભકિતના રંગે રંગાયુ હતું. વેરાવળ ગ્રામપંચાયતના સરપચં રવિરાજસિંહ જાડેજાની આગેવાની હેઠળ ૧૫ મી ઓગષ્ટ્રના સ્વાતંય પર્વની તૈયારીના ભાગ પે વેરાવળ ગામમાં 'હર ઘર તિરંગા' યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું . હતું  આ રેલી મેન બજારમાંથી સરદાર ચોક સુધી યોજાઈ હતી. બાદમાં ત્યાંથી સરદાર ચોક થી ફરી પોલીસ સ્ટેશન પહોંચી હતીરેલીનું સમાપન ગ્રામ પંચાયત કચેરીએ કરાયું હતું. જેમાં  શાળાના બાળકોએ ગ્રામ પંચાયત ના ગ્રાઉન્ડમાં દેશ ભકિતને અનુપ શાળાના વિધાર્થીઓએ ભારતમાતા, સહિતના કોસ્ચ્યુમ પહેરીને રેલીમાં જોડાયા હતા. તેમજ કેન્દ્ર સરકાર ની વિવિધ કલ્યાણકારી યોજનાઓ ની ઝાંખી કરાવતા ટેબલો,સમગ્ર રેલી માઁ આકર્ષણ નું કેન્દ્ર રહ્યા હતા.અને  માર્ગદર્શન મુજબ રેલી માઁ શાપર ના ગ્રામજનો અને આગેવાનો આ રેલીમાં જોડાયા હતા. ગ્રામ પંચાયતના સરપચં રવિરાજસિંહ જાડેજા અને ગ્રામ પંચાયતના સભ્યો, શાપર–સદસ્યો, તેમજ ગ્રામ પંચાયત કચેરી સ્ટાફ, આઈસીડીએસ વિભાગનો સ્ટાફ અને શહેરની આંગણવાડીઓનો સ્ટાફ, પ્રાથમિક શાળા ના વિધાર્થીઓ શિક્ષકો, આચાર્યઓ અને હેલ્થ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ તેમજ વિવિધ સમાજના આગેવાનો સહીત ગ્રામજનો મોટી સંખ્યા માઁ આ રેલી માઁ જોડાયા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application