રાજકોટ શહેર પોલીસ દ્વારા એક વર્ષ દરમિયાન પકડવામાં આવેલ કુલ 1.86 કરોડની કિંમતના દારૂના જથ્થા પર રોડ રોલર ફેરવી તેનો નાશ કરવામાં આવ્યો હતો.
ગુજરાત સરકાર ગૃહ વિભાગ ગાંધીનગર દ્વારા કરવામાં આવેલા ઠરાવ મુજબ રાજકોટ શહેર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પકડાયેલ દારૂના જથ્થાનો આજરોજ નાશ કરવામાં આવ્યો હતો. શહેરની ભાગોળે સાત હનુમાનથી આગળ સોખડા અને નાકરાવાડી ગામ વચ્ચે સરકારી ખરાબાવાળી જગ્યામાં દારૂના જથ્થા પર રોલર ફેરવી દેવામાં આવ્યું હતું.આ કામગીરી દરમિયાન ડીસીપી ઝોન-૧ સજનસિંહ પરમાર સહિતના પોલીસ અધિકારી અને અન્ય અધિકારીઓ તથા સ્ટાફ હાજર રહ્યો હતો.
દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે તેમાં શહેરના ઝોન-૧ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં 215 કેસમાં ઝડપાયેલ 33,330 બોટલ તથા ઝોન-૨ હેઠળના 177 કેસમાં 818 બોટલ તથા ડીસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 49 કેસમાં ઝડપાયેલ 5342 બોટલ સહિત કુલ રૂપિયા 1,86,31,833 ની કિંમતનો 46,790 બોટલ દારૂના જથ્થા પર રોલર ફેરવી તેનો નાશ કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application2.53 લાખનો ચેક રિટર્નના કેસમાં કણજાના પેસ્ટીસાઈડ વેપારી નિર્દોષ
June 07, 2025 02:27 PMફ્લાવર બેડનો મુદ્દો ઉકેલવા સીએમ સમક્ષ કોરપોરેટરોએ માગણી મૂકી
June 07, 2025 02:24 PMપેટા કોન્ટ્રાક્ટરના 1.40 કરોડના ચેક રિટર્નના કેસમાં કોન્ટ્રાક્ટરનો છુટકારો
June 07, 2025 02:22 PMમાણસોની જેમ પાલતું કૂતરાઓ પણ સપના જુએ છેઃ વૈજ્ઞાનિકો, જાણો સપનામાં શું જુએ છે
June 07, 2025 02:21 PMપીએમ મોદીએ કાશ્મીરને ચિનાબ બ્રિજની ભેટ આપી તો પાક. ભડકયું કહ્યું- આ મુદ્દો ભટકાવવાની વાતો છે
June 07, 2025 02:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech