જામનગરના કૃષ્ણનગરમાં મકાનમાંથી ઇંગ્લીશ દારુનો જથ્થો ઝબ્બે

  • December 14, 2023 12:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એક પકડાયો, એક ફરાર: જનતા ફાટક પાસે દારુની બોટલો સાથે એકની અટક: ભલસાણ બેરાજા ગામમાંથી શરાબના ૨૨ ચપટા કબ્જે

જામનગર શહેર, જીલ્લામાં ઇંગ્લીશ દારુનુ વેચાણ કરનારા અને હેરફેર કરનારા શખ્સોને પકડી લેવામાં આવ્યા હતા, દરમ્યાન ગઇકાલે જુદા જુદા ૩ સ્થળે પોલીસે દરોડા પાડયા હતા, થર્ટી ફર્સ્ટ નજીક છે ત્યારે વિદેશી દારુ વેચનારા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે.
જામનગરના કૃષ્ણનગર શેરી નં. ૩માં આવેલા એક મકાનમાં પોલીસે દરોડો પાડી ઇંગ્લીશ દારુની ૧૮ બોટલ સાથે એક શખ્સને દબોચી લીધો હતો અને એક ફરાર થઇ ગયો હતો, જયારે જનતા ફાટક પાસે એક શખ્સ ૩ બોટલ સાથે ઝપટમાં આવ્યો હતો, જયારે ભલસાણ બેરાજા ગામમાં ઇંગ્લીશ દારુના ૨૨ ચપલા અને મોબાઇલ સાથે ગામમાં રહેતા શખ્સને દબોચી લીધો હતો. જથ્થો પુરો પાડનારની સંડોવણી ખુલી હતી.
જામનગરના કૃષ્ણનગર શેરી નં. ૩માં રહેતા કમલેશ ઉર્ફે કમો પ્રકાશ કુરપરા (ઉ.વ.૨૩) નામના શખ્સે પોતાના કબ્જાના મકાનમાં ઇંગ્લીશ દારુ રાખ્યો છે એવી બાતમીના આધારે સીટી-સી પોલીસે દરોડો પાડી ઇંગ્લીશ દારુની બોટલ સાથે દબોચી લીધો હતો.
તપાસ દરમ્યાન આ દારુ જામનગર કૃષ્ણનગરના વિરલ ઉર્ફે વીડી નામના શખ્સે પુરો પાડયો હતો, ઉપરાંત જામનગરના સાંઢીયા પુલ પાસે માધવબાગ શેરી નં. ૫માં રહેતા વિરેન્દ્ર મનહર ભાવસાર (ઉ.વ.૪૦)ને ઇંગ્લીશ દારુની ૩ બોટલ લઇને નીકળતા જનતા ફાટક પાસેથી ઝડપી લીધો હતો.
આ ઉપરાંત જામનગર નજીક ભલસાણ બેરાજામાં રહેતા હરેશ કાનજી વાડોલીયા (ઉ.વ.૩૬) નામનો શખ્સ દારુની હેરાફેરી કરે છે એવી વિગતોના આધારે એલસીબીએ દરોડો પાડી ઇંગ્લીશ દારુના ૨૨ ચપલા અને એક મોબાઇલ મળી કુલ ૭૨૦૦ના મુદામાલ સાથે પકડી લીધો હતો. વિદેશી દારુનો જથ્થો નાની ભલસાણ ગામમાં રહેતા આમીર અલી આદમાણીએ પુરો પાડયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application