મોડપરમાં વિદેશી દારુનો જથ્થો ઝડપાયો: આરોપી ફરાર

  • May 23, 2023 12:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શરાબની ૨૦ બોટલ અને બાઇક કબ્જે

ભાણવડથી આશરે ૧૩ કિલોમીટર દૂર મોડપર ગામના બસ સ્ટેશન પાસેથી ગઈકાલે વહેલી સવારે આશરે ૪:૧૫ વાગ્યે પસાર થતી જી.જે. ૩૭ એચ ૮૨૮૫ નંબરની સ્પ્લેન્ડર મોટર સાયકલને પોલીસે અટકાવતા બાઈક પર સવાર શખ્સ મોટરસાયકલ મૂકીને અંધારામાં ઓગળી ગયો હતો.
પોલીસે આ મોટરસાયકલનું ચેકિંગ કરતા તેમાંથી વિદેશી દારૂની ૨૦ બોટલ મળી આવી હતી. આથી પોલીસે રૂપિયા ૬૦ હજારની કિંમતના મોટરસાયકલ તથા રૂપિયા ૮,૦૦૦ ની કિંમતના વિદેશી દારૂ મળી, કુલ રૂપિયા ૬૮ હજારનો મુદ્દામાલ કબજે કરી, અજાણ્યા વાહન ચાલક સામે પ્રોહી. એક્ટ મુજબ ગુનો નોંધી, તેની શોધખોળ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application