ભાણવડ નજીક કારમાંથી લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

  • December 21, 2023 10:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાણવડ તાલુકાના ઘુમલી વિસ્તારમાં સ્થાનિક પી.એસ.આઈ. એમ.આર. સવસેટાની સૂચના મુજબ સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન નિલેશભાઈ કારેણા, કિશોરસિંહ જાડેજા તેમજ વિપુલભાઈ હેરભાને મળેલી બાતમીના આધારે ભાણવડ તાલુકાના ઘુમલી ગામમાં એક મંદિર પાસેથી પસાર થતી જી.જે. ૩૨ કે. ૯૦૦૭ નંબરની વર્ના મોટરકારને પોલીસે અટકાવી, ચેકિંગ કરતા આ કારમાંથી વિદેશી દારૂની ૨૦૨ બોટલ મળી આવી હતી. આથી પોલીસે રૂ. ૬૧,૬૦૦ ની કિંમતના પરપ્રાંતિય શરાબ તથા રૂપિયા સાડા ચાર લાખની કિંમતની કાળા કલરની વર્ના મોટરકાર ઉપરાંત રૂ. ૩,૦૦૦ ની કિંમતનો એક મોબાઇલ ફોન મળી, કુલ રૂપિયા ૫,૧૪,૬૦૦ ના મુદ્દામાલ સાથે ખંભાળિયા તાલુકાના બજાણા ગામના રહીશ જયદીપ ભીખાભાઈ ભાદરકા (ઉ.વ. ૩૦) અને નાઘેડી ગામના જયદીપ ઉર્ફે દીપુડો લાખાભાઈ લગારીયા (ઉ.વ. ૨૪) નામના બે શખ્સોને ઝડપી લીધા હતા.
આ પ્રકરણમાં હનુમાનગઢ ગામના લખન કેશુભાઈ ગોઢાણીયાનું નામ પણ ખુલતા પોલીસે હાલ તેને ફરાર ગણી, પ્રોહિબીશન એક્ટ મુજબ ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.
***
કલ્યાણપુર, ભાણવડમાં વિદેશી દારૂ સાથે બે ઝડપાયા
કલ્યાણપુર તાલુકાના ગઢકા ગામે રહેતા કુલદીપસિંહ ઉર્ફે લાલો અજીતસિંહ જાડેજા નામના ૩૦ વર્ષના ગરાસિયા યુવાનને પોલીસે વિદેશી દારૂના પાંચ ચપલા (નાની બોટલ) તેમજ ૧૮ લીટર દેશી દારૂ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
ભાણવડ તાલુકાના વેરાડ ગામેથી હિતેશ જીવાભાઈ છાટકા નામના ૨૩ વર્ષના શખ્સને વિદેશી દારૂની એક બોટલ સાથે પોલીસે ઝડપી લીધો હતો. આ પ્રકરણમાં હનુમાનગઢ ગામના લખન કેશુભાઈ ગોઢાણીયાનું નામ પણ ખુલવા પામ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application