ગોપ પાટીયા પાસે કારમાંથી દેશી દારૂનો જથ્થો સાંપડયો

  • September 18, 2023 12:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

400 લીટર, કાર સહિત 2.13 લાખનો મુદામાલ કબ્જે લેતી એલસીબી


ગોપ પાટીયા પાસે એલસીબીની ટુકડીએ કારમાંથી દેશી દાના જંગી જથ્થા સાથે એક શખ્સને પકડી લીધો હતો, કુલ 2.13 લાખનો મુદામાલ કબ્જે લેવામાં આવ્યો હતો.


જામનગર જીલ્લા એસપી પ્રેમસુખ ડેલુએ જામનગર જીલ્લામાંથી દા જુગારની બદી નેસ્ત નાબુદ કરવા તથા પ્રોહી જુગારધારાના કેસો શોધી કાઢવા સુચના કરતા એલસીબી પીઆઇ જે.વી. ચૌધરીના માર્ગદર્શન મુજબ, પીએસઆઇ આર.કે. કરમટા, પીએસઆઇ એમ.પી. ગોહિલ તથા પીએસઆઇ પી.એન. મોરી તથા સ્ટાફના માણસો જામનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં પ્રોહી જુગારના કેસો શોધી કાઢવા અંગે કાર્યરત હતા.

દરમ્યાન એલસીબી સ્ટાફના ષિરાજસિંહ વાળા, હરદીપભાઇ ધાધલ, મયુરસિંહ પરમારને ખાનગી રાહે હકીકત મળેલ કે આઇ-10 કાર નંઉ જીજે12ડીએમ-2058માં દેશી દાનો જથ્થો ભરી, મોરઝર પાટીયા તરફથી ગોપ પાટીયા તરફ આવી રહેલ છે તેવી હકિકત આધારે આરોપી વિશા દાના ગરસર રહે. મોડપર કપુરડી નેશ, તા. ભાણવડ જી. દ્વારકાવાળાને દેશી દા 400 લીટર કિ. 8000 તથા કાર કિ. 2.00.000, મોબાઇલ -1 કિ. 5000 મળી કુલ ા. 2.13.000ના મુદામાલ સાથે પકડી પાડી તેમજ રેઇડ દરમ્યાન આરોપી ડાયા ખીમા કોડીયાતર રહે. મોડપર કપુરડીનેશ તા. ભાણવડવાળો નાશી છુટયો હતો તેની સામે પ્રોહીબીશન મુજબ કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application