ગઢેચી વાડી વિસ્તારમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

  • July 26, 2023 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આરોપી ફરાર : શરાબની ૬૩ બોટલ જપ્ત

દ્વારકા પંથકના ગઢેચી વાડી વિસ્તારમાં પોલીસે દરોડો પાડી ઇંગ્લીશ દારુની ૬૩ બોટલ કબ્જે કરાઇ હતી જયારે આરોપી ફરાર થઇ ગયો હતો.
મીઠાપુર તાબેના ગઢેચી ગામના વાડી વિસ્તારમાં ઈન્ચાર્જ પી.આઈ. એમ.ડી. મકવાણાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન આ વિસ્તારમાં રહેતા ઓઘડભા બુધાભા સુમણીયા નામના શખ્સના રહેણાંક મકાનમાં દરોડો પાડી, આ સ્થળેથી રૂપિયા ૨૫,૨૦૦ ની કિંમત ની ૬૩ બોટલ પરપ્રાંતીય શરાબનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. જો કે આ સ્થળેથી આરોપી ઓઘડભા બુધાભા પોલીસને હાથ ન લાગતા પોલીસે તેને હાલ ફરાર ગણી, પ્રોહી. એક્ટ હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application