દ્વારકા પંકના ગઢેચીમાં છોટાહાથીના ચોરખાનામાંથી ઇંગ્લીશ દા‚નો જથ્થો મળ્યા

  • April 05, 2024 12:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા પંથકમાં ગઢેચી ચાર રસ્તા પાસે બાતમીના આધારે છોટા હાથીના ચોરખાનામાંથી ઇંગ્લીશ દારૂની ૧૦૧ બોટલ સાથે રાપરના ૩ શખ્સોને મીઠાપુર પોલીસે કુલ પોણા બે લાખના મુદામાલ સાથે પકડી લીધા હતા. 
રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા લોકસભાની ચુંટણી અનુસંધાને પ્રોહી, જુગારના ગુનાઓ શોકી કાઢવા સુચના કરેલ હોય, દ્વારકા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા પ્રોહી ડ્રઇવનું આયોજન કરવામાં આવેલ તથા નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન મીઠાપુરના ઇન્ચાર્જ પીએસઆઇ એન.એચ. જોશી દ્વારા નાઇટ પેટ્રોલીંગમાં વી.બી. વારોતરીયા, સુનિલભા માણેક અને નરસિંહભાઇ મેરને સંયુકત બાતમી મળેલ જેના આધારે ગઢેચી ગામના ચાર રસ્તા પાસે વાહન ચેકીંગ દરમ્યાન છોટા હાથી વાહનની સીટ નીચે ચોરખાનામાંથી ઇંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની ૧૦૧ બોટલ મળી આવી હતી.

દારૂ , ૩ મોબાઇલ, છોટા હાથી મળી ૧.૭૫.૪૦૦નો મુદામાલ કબ્જે કરી સંજય ડાયા પરમાર, નાનજી બીજલ વાઘેલા અને દિનેશ અમરશી વાઘેલા રહે. બધા રાપર તાલુકાના નવાપરા ફળીયુંને પકડી લીધા હતા. તપાસ દરમ્યાન રાપરના ભીમાસર ગામના સુરેશ નથુ સલાણીનું નામ ખુલ્યુ હતું. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application