ઓડિશા રાજ્યનું પરંપરાગત નૃત્ય એટલે "ઓડીસી" નૃત્ય. ઓડિશા અને ગુજરાત આ બંને રાજ્યમાં નૃત્યકાર તરીકે સાતત્યપૂર્ણ રીતે સળંગ અવિરતપણે સતત ૫૦ વર્ષ સુધી કાર્યક્રમોની શૃંખલા સર્જીને ગુજરાત રાજ્યમાં લોકપ્રિય બનાવવામાં જેમનું મહત્વનું યોગદાન છે તેવા મૂળ ઓડિશાના પણ છેલ્લા ૩૩ વર્ષથી ગુજરાતમાં રાજકોટ અને અમદાવાદને કર્મભૂમિ બનાવી કાર્યરત રહેનાર સુપ્રભા મિશ્રાની વણથંભી કલાયાત્રાના વધામણાં કરવાનો એક ગરીમાપૂર્ણ કાર્યક્રમ ગત રવિવારે સાંજના ૫ વાગ્યે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ; ગુજરાત વિશ્વકોશ માર્ગ; ઉસ્માનપુરા અમદાવાદ ખાતે સંપન્ન થયો હતો.
આ કાર્યક્રમના મુખ્ય મહેમાનો
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનોમાં સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી (કન્વીનર અને મહામંત્રી; હિન્દુ ધર્મ આચાર્ય સભા); પદ્મશ્રી અને જાણીતા લેખક જોરાવરસિંહ જાદવ (વાઇસ ચેરમેન; સંગીત નાટય એકેડમી; નવી દિલ્હી), સ્મિતાબેન શાસ્ત્રી, મહેશ્વર શાહુજી (આઈ.એ.એસ. નિવૃત; ચેરમેન; ડાયમંડ પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ), એચ.કે. દાસ (નિવૃત્ત આઈ.એ.એસ.ચેરમેન; સ્ટેટ એન્વાયરમેન્ટ એસેસમેન્ટ ઓથોરિટી), બંચ્છાનિધિ પાની (આઈ.એ.એસ. મ્યુનિસિપલ કમિશનર; અમદાવાદ) અને યોગેશ જોષી (પ્રખ્યાત લેખક) ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના પ્રારંભમાં ઓમ આર્ટસના પ્રમુખ સુપ્રભા મિશ્રાએ પોતાની ઓડિસી નૃત્યયાત્રાના ૫૦ વર્ષની યાત્રાનું સ્મરણ યાદ કરીને તેમની આ યાત્રામાં સહયોગી થનાર ઓડિસી નૃત્યકાર, સંસ્થાઓ, સરકારી વહીવટીતંત્ર અને શૈક્ષણિક સંસ્થાઓનો ઉલ્લેખ કરી ઋણ સ્વીકાર કરી આભાર પ્રદર્શીત કર્યો હતો.
સુપ્રભા મિશ્રાની નૃત્યયાત્રામાં રહેલા યોગદાનનો ઉલ્લેખ કરી યથાઉચિત ગુણાનુંવાદ કર્યો
આ કાર્યક્રમમાં ઉપસ્થિત જાણીતા લેખક કવિ અને સેવા નિવૃત વરિષ્ઠ અધિકારી યોગેશભાઈ જોષીએ સુપ્રભા મિશ્રાની નૃત્યયાત્રાના ૫૦ વર્ષની યાત્રાના માધ્યમથી મિશ્રાના કારકિર્દીના વિવિધ પાસાઓ, સીમાચિન્હોનો રસાળ રીતે ઉલ્લેખ કરી સુપ્રભા મિશ્રાની નૃત્યયાત્રામાં રહેલા યોગદાનનો ઉલ્લેખ કરી યથાઉચિત ગુણાનુંવાદ કર્યો હતો.
આ કાર્યક્રમના મુખ્ય મહેમાન સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજીએ પ્રાચીનકાળથી ભારતમાં નૃત્ય અને હિન્દુ મંદિરોએ ભારતીયતા, ભારતીય સંસ્કૃતિ, હિન્દુ પરંપરાઓ જીવંત રાખવા આપણા પૂર્વજોએ કેવા પ્રયાસો કર્યા હતા તેનો અતિ સરળ અને લોકભોગ્ય રીતે ઉત્કૃષ્ટ ઉદાહરણો આપીને ઓડિસી નૃત્યકાર સુપ્રભા મિશ્રાની નૃત્યયાત્રાના રાજકોટ અને અમદાવાદ ખાતેના અનેક કાર્યક્રમોમાં સહભાગી થવાનો ઉલ્લેખ કરી સ્મરણો રજૂ કર્યા હતા.
વિવિધ સીમાચિન્હોની તસવીરોનું પ્રદર્શન યોજાયું
ગુજરાતમાં "ઓડીસી" નૃત્યને લોકપ્રિય બનાવવા માટે પ્રશિક્ષણ, તાલીમ, લેખન અને કાર્યક્રમોના માધ્યમથી રુચિ ઉભી કરવાથી માંડીને તેનો એક ચાહકવર્ગ ઉભો કરી સમગ્ર કારકિર્દીના વિવિધ સીમાચિન્હોની તસવીરોનું પ્રદર્શનનું દીપ પ્રાગટ્ય કરી આર્ષ વિદ્યામંદિર રાજકોટ અને શિવાનંદ આશ્રમ અમદાવાદના અધ્યક્ષ સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજીએ કર્યું હતું.
સુપ્રભા મિશ્રાના યોગદાનને બિરદાવ્યા
ગુજરાતમાં લોકકલા, લોકસાહિત્ય અને આપણી ગૌરવવંતી પરંપરાઓ અવિસ્મરણીય યોગદાન આપનાર જાણીતા લેખક અને ભારત સરકારના સંગીત નાટ્ય એકેડેમીના વાઇસ ચેરમેન જોરાવરસિંહજી જાદવે તેમના વક્તવ્યમાં ગુજરાત સરકારના યુવક સેવા સને સાંસ્કૃતિક વિભાગ દ્વારા ૨૦૧૩માં અમો બંનેને "ગૌરવ પુરસ્કાર" પ્રાપ્ત થયો હતો. ત્યારબાદ ૨૦૧૪માં ભારત સરકારના ગૃહ વિભાગ દ્વારા ભારતના તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના હસ્તે "રાજભાષા એવોર્ડ" અર્પણ થયાનો ઉલ્લેખ કરી મિશ્રાના યોગદાનને બિરાદાવ્યું હતું.
ગુજરાતમાં રહી ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી
ગુજરાત રાજ્યના વહીવટી તંત્રના માધ્યમથી મહત્વનું યોગદાન આપનારા અને ગુજરાતમાં ઓડિસી નૃત્ય અને ઓડીસાની સંસ્કૃતિને જીવંત રાખવા માટે અમદાવાદ અડાલજ ખાતે ભગવાન જગન્નાથજીના મંદિરની સ્થાપના (જગન્નાથ કલ્ચરલ એકેડમી એન્ડ રીસર્ચ સેન્ટર- JCARC) કરનાર ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓ સર્વ મહેશ્વર શાહુ, એચ.કે. દાસ, બંછાનિધિ પાની આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહી ગુજરાતમાં ઓડિસી નૃત્યને લોકપ્રિય અને લોકભોગ્ય બનાવવામાં મિશ્રાના યોગદાનને બિરદાવી અને અભિનંદન પાઠવ્યા હતા.
સુપ્રભા મિશ્રાના જીવન પર આધારિત એક શોર્ટ ફિલ્મ પણ રજૂ કરી
આ કાર્યક્રમની શરૂઆતમાં સુપ્રભા મિશ્રાના ૫૦ વર્ષના નૃત્યના યાત્રાના ફોટો પ્રદર્શનીનું ઉદઘાટન કરવામાં આવેલ. આ કાર્યક્રમ દરમિયાન શ્રીરાધા ફીલ્મના થોડાક અંશો રજૂ કરવામાં આવેલ તથા સુપ્રભા મિશ્રાના જીવન પર આધારિત એક શોર્ટ ફિલ્મ પણ રજૂ કરવામાં આવેલ. કાર્યક્રમના અંતમાં સુપ્રભા મિશ્રા તથા ઓમ્ આર્ટસ ડાન્સ એકેડમીના શીષ્યોએ 'I am a Women' ડાન્સ ડ્રામાની પણ પ્રસ્તુતિ કરવામાં આવેલ. આ કાર્યક્રમનુ સુંદર સંચાલન પ્રોફેસર અશ્વિનભાઈ અણદાણીએ કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાન: અત્યાર સુધીમાં 30 પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા, બાડમેરમાં રેડ એલર્ટ
May 09, 2025 10:35 PMપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech