ધ્રોલમાં જિલ્લા પંચાયતના પ્રમુખનો સન્માન કાર્યક્રમ યોજાયો

  • July 02, 2021 11:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા બાદ ધરમશીભાઈ ચનીયારાના સન્માનનો કાર્યક્રમ સનસીટી કોમ્પલેક્ષ ભાજપ કાયર્લિય ખાતે રાખવામાં આવ્યું હતું, જેમાં ધરમશીભાઈ ચનીયારાના કાર્યકરો માટે જીલ્લા પંચાયત પ્રમુખ પદ ભલે મને મળ્યું હોય પણ હું આજે પણ ભાજપના કાર્યકર હોવાનું ગૌરવ છે, ધ્રોલ વિસ્તારના રજુઆત માટે કટીબદ્ધતા દાખવી હતી અને ધ્રોલ આવતો રહીશ, આ વચન ઉપર ધરમશીભાઈ ચનીયારા ખરા ઉતરીને આજે ધ્રોલ ભાજપ આગેવાનોને મળીને હળવાફુલ થયા હતા.

ધ્રોલ નગરપાલિકાના પ્રમુખના પતિ મનસુખભાઈ પરમાર, પુર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, નગરપાલિકા કારોબારી સમિતિના ચેરમેન ગોવિંદભાઈ દલસાણીયા, નગરપાલિકા સદસ્ય તુષારભાઈ ભાલોડીયા, ધ્રોલ શહેર ભાજપ મહામંત્રી હિતેશભાઈ ચનીયારા, વચ્ચે થયેલ બેઠકમા ભાજપને વધુ મજબૂત બનાવવા માટે મનોમંથન કર્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS