ગરબા, પ્રસાદ અને લ્હાણી વિતરણ
ભાણવડ ખાતે એનિમલ લવર્સ ગ્રુપના સભ્યો દ્વારા વાલજીભાઈ ભનુભાઈ પોપટ પરિવારના સૌજન્યથી રણજીત પરા, રામેશ્વર પ્લોટ, વાલ્મીકિ વિસ્તારની ગરબીની બાળાઓ માટે શરદ પૂર્ણિમા નિમિત્તે ગરબા, પ્રસાદ, અને લ્હાણી વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
જેમાં ગરબીની 160 જેટલી નાની બાળાઓ અને તેના આયોજકો જોડાયા હતા. આ પ્રસંગે માતાજીની આરાધના સાથે ગરબા રમ્યા હતા વળી સાક્ષાત માતાજીના સ્વરૂપે પધારેલ બાળાઓ દ્વારા દાતા પરિવાર અને આયોજકોને આશીર્વાદ પાઠવ્યા હતા.
ત્યાર બાદ ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પછી સૌ જ્ઞાતિના પ્રતિનિધિઓના હસ્તે તમામ બાળાઓને લ્હાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં કાર્યકર અશોકભાઈ ભટ્ટ અને હરસુરભાઈ ગઢવીએ દરેક દીકરીઓને દક્ષિણા આપી, આશીર્વાદ લીધા હતા.
આ સમગ્ર આયોજનમાં એનિમલ લવર્સ ગ્રુપ, શિવ બળદ આશ્રમના તમામ સભ્યો, બ્રહ્મ સમાજ, લોહાણા સમાજ, ગઢવી સમાજ, સતવારા સમાજ, ભરવાડ સમાજના પ્રતિનિધિઓ તેમજ અન્ય ધર્મપ્રેમી લોકોએ જોડાઈને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : આજી નદી 2માં ગાંડીવેલનું સામ્રાજય, દૂર કરવા માટે મનપાએ હાથ ધરી કામગીરી
February 24, 2025 12:58 PMજન્મ લેનાર દરેક બાળકના નામ સાથે રાજકોટ મનપા વાવશે વૃક્ષ, વાલીને મોકલાશે તમામ અપડેટ
February 24, 2025 12:43 PMજામ ખંભાળીયામાં જલારામ બાપાની 144મી પુણ્યતિથિ ઉજવાઇ
February 24, 2025 12:37 PMજામનગર શહેરના હવાઈચોક વિસ્તારમાં ક્રિકેટ પ્રેમીઓ દ્વારા ભારતના જીતની જશ્ન સાથે ઉજવણી
February 24, 2025 12:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech