સિવિલમાં મોતના મલાજામાંથી મલાઈ તારવતા ખાનગી એમ્બ્યુલન્સના ચાલક

  • February 21, 2024 03:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સિવિલ હોસ્પિટલમાં ખાનગી એમ્બ્યુલન્સના ચાલકોએ માનવતાને દઝાડી છે. જીવતા માણસોને તો ઠીક મોતના મલાજામાં પણ મલાઈ તારવી લેવાનો ધંધો શ કર્યેા છે. સિવિલ હોસ્પિટલમા મુસ્લિમ યુવકનું હાર્ટ એટેકથી મોત થતા મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. મૃતદેહ પોસ્ટમોટમ મએ પહોંચે પહેલા જ ખાનગી એમ્બ્યુલન્સના ચાલકો પહોંચી ગયા હતા. સ્વજન ગુમાવ્યાના આઘાતમાં ગરકાવ પરિવારના અશ્રુઓ સુકાય એ પહેલા એમ્બ્યુલન્સના ચાલકો પરિવાર પાસે પહોંચી ગયા હતા અને જાણે કોઈ ટેકસી સ્ટેન્ડ બહાર કયાં જવું એમ મુસાફરને પૂછી ભાડું બાંધતા હોઈ એ રીતે પોસ્ટમોર્ટમ થાય પહેલા ભાડું બાંધી લીધું હતું. અને મૃતદેહને પ્લાસ્ટિકમાં પેક કરી ચાદર બાંધવાનું કહેતા પરિવારજનો પાસે આવી કોઈ વસ્તુ ન હોવાથી એમ્બ્યુલન્સના ચાલકે ૬૦૦ પિયા લઈ પ્લાસ્ટિક અને ચાદર બહારથી કે એમ્બ્યુલન્સમાથી કાઢી આપ્યા હતા. ૨૦૦ થી ૨૫૦ પિયાની કિંમતની વસ્તુના ૬૦૦ વસૂલ્યા હોવાની વાત બહાર જતા ૨૦૦ પિયા પરત આપી દીધા હતા. આવું તો રોજ બે–રોજ ચાલી રહ્યું છે. પોસ્ટ મોર્ટમ મના કલાસ–૪ કર્મચારી પણ અગાઉ મૃતકોના સ્વજન પાસેથી પૈસા લેતા પકડાયાના બનાવ સામે આવ્યા છે. અને હજુ પણ કયાંક ને કયાંક સાંઠગાંઠ હોઈ તેમ લાગી રહયું છે. પીએમ મ પાસે સીસીટીવી કેમેરા પણ છે જે માં ખાનગી એમ્બ્યુલન્સના ડ્રાઈવરો પોસ્ટમોટર્મ મની અંદર સુધી જઈ આવે તે પણ જોવામાં આવે તો સામે આવી શકે છે. ખાનગી એમ્બ્યુલન્સ ચાલકોનો હોસ્પિટલમાં એટલી હદે ત્રાસ વધી રહ્યો છે એમ છતાં સિવિલ સુપ્રીટેન્ડેટ પોતાની સતાના પાવરનો ઉપયોગ ન કરી શકતા હોઈ તો પોલીસની મદદથી ચાલકોને ખદેડી શકે છે. પરંતુ સુપ્રિટેન્ડેન્ટ ડો.ત્રિવેદીને કયાં કારણોસર કાર્યવાહી નથી કરતા હવે એ સૌથી મોટો સવાલ ઉભો થયો થઇ રહ્યો છે. હોસ્પિટલમાં ૧૦ સરકારી એમ્બ્યુલન્સ છે પરંતુ દર્દીઓ માહિતીના અભાવે ખાનગી એમ્બ્યુલન્સના ચાલકોનો શિકાર બની રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application