પોરબંદરના રોધડા ગામની પરણીતાને પ્રસૂતિની પીડા ઉપડતા સારવાર માટે તેને ઉપલેટા લઇ જવાતી હતી ત્યારે રસ્તામાં તેની પીડા વધી જતા ૧૦૮ વાનમાં પ્રસૂતિ કરાવવાની ફરજ પડી હતી.
પોરબંદર પંથકના કુતીયાણા ૬રના તાલુકાના રોધડા ગામમાં મહિલા ને પ્રસુતિ ની પીડા ઉપાડતા તુરંત તાત્કાલિક ૧૦૮ નો સંપર્ક કરાયો હતો જેથી નજીકની માણાવદર ૧૦૮ એમ્બ્યુલન્સ ને રોધડા ગામ નો કેસ મળતા ની સાથેજ તાત્કાલિક સ્થળ પર જવા નીકળી ગયેલા માણાવદર ૧૦૮ના ફરજ પર ના કર્મચારી ડો. સુરેશ કોરીયા અને પાઇલોટ પંકજ મારડીયા સ્થળ પર પહોંચી ને તપાસ કરતા જણાયું કે મહિલા ને પ્રસુતિની અસહ્ય પીડા થઈ રહી છે તુરંત મહીલાને એમ્બ્યુલન્સમા લઇ ઉપલેટા હોસ્પીટલ જવા નીકડી જયેલ પરંતુ રસ્તામા એમ્યુલન્સમાં તેની ડિલિવરી કરવી પડે એમ હતી જેથી તાત્કાલિક ઈ.એમ.ટી. સુરેશભાઈ દ્વારા એમ્બ્યુલન્સમાં મહિલા ની ડીલેવરી કરવી પડશે તેવુ લાગતાજ સુરેશ ભાઈ ત્વરિત ૧૦૮ના ઉપરી અધિકારી ની સલાહ મુજબ જરી સારવાર સાથે એમ્બ્યુલન્સ પરજ કુશળતાપૂર્વક સફળ ડિલિવરી કરાવી હતી અને સાથે જન્મેલા બાળકને પણ કાળજીપૂર્વક સારવાર કરી ને તેમને નજીકના સરકારી દવાખાને ઉપલેટા ખાતે સારવાર આપતાં આપતાં લઇ ગયેલ જ્યાં ફરજ પરના હાજર તબીબ અને રોધડા ગામના લોકો તેમજ દર્દી સગા એ તેમને પ્રસંશા કરેલ હતી તેમજ મુખ્ય જિલ્લાના અધિકારી મહેન્દ્રસિંહ ચોહાણ તેમજ જીલ્લા અધિકારી જયેશગિરી દ્વારા માણાવદર ૧૦૮ના બંને કર્મચારી ને પ્રશંસા કરી સારી કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech