રસોઈમાં વપરાતા તેલનો ઉપયોગ કરી લંડનથી ન્યૂયોર્ક પહોંચ્યું વિમાન

  • November 30, 2023 12:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શૂન્ય કાર્બન ઉત્સર્જનનું લય હાંસલ કરવા માટે બ્રિટનમાં મોટી પહેલ કરવામાં આવી છે. વિશ્વમાં પ્રથમ વખત, પેસેન્જર પ્લેન રાંધણ તેલનો બળતણ તરીકે ઉપયોગ કરીને એક દેશથી સમુદ્ર પાર કરી સફળ ઉડાન ભરી છે અબજોપતિ ઉધોગપતિ રિચર્ડ બ્રેન્સનના વર્જિન એટલાન્ટિકના બોઈંગ–૭૮૭ ડ્રીમલાઇનર વિમાને લંડનના હિથ્રો એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. એટલાન્ટિક મહાસાગરને પાર કરીને, તેણે ન્યુયોર્ક, યુએસએના જેએફકે એરપોર્ટ સુધી લગભગ ૫,૫૭૦ કિલોમીટરની મુસાફરી પૂર્ણ કરી.


એક અહેવાલ મુજબ આ વિમાની મુસાફરીમાં વર્જિન એટલાન્ટિકના સ્થાપક રિચર્ડ બ્રેન્સન સિવાય, બ્રિટનના પરિવહન પ્રધાન માર્ક હાર્પર પણ સવાર હતા, જેણે સસ્ટેનેબલ એવિએશન યુઅલ (એસએએફ )નો ઉપયોગ કરીને ઉડાન ભરી હતી. બ્રિટિશ સરકારનું કહેવું છે કે વર્જિન એટલાન્ટિકનો આ પ્રયોગ વિશ્વમાં અશ્મિભૂત ઈંધણના ઓછા ઉપયોગ અને શૂન્ય કાર્બન ઉત્સર્જનના લયને હાંસલ કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. આનાથી હવાઈ મુસાફરીનું વાતાવરણ ઘણી હદ સુધી અનુકૂળ બનશે. ગયા વર્ષે બ્રિટિશ સરકારે આ પ્રોજેકટ માટે ૧૨.૬ લાખ ડોલર આપવાની જાહેરાત કરી હતી.
મહત્વનું છે કે સસ્ટેનેબલ એવિએશન યુઅલ (એસએએફ) રિન્યુએબલ બાયોમાસ અને કચરાના સંસાધનોમાંથી ઉત્પન્ન થાય છે. એટલે કે ખાધપદાર્થેા તળ્યા પછી જે તેલ બચે છે તેનો ઉપયોગ એસએએફ માં થાય છે. કેરોસીન સાથે મિકસ કરીને તેનો જેટ યુઅલ તરીકે ઉપયોગ કરી શકાય છે. હાલમાં ઈંધણમાં તેની માત્રા ૫૦ ટકા સુધી મર્યાદિત છે.

આ મહત્વ પૂર્ણ ઘટના બાદ લંડનથી ન્યૂયોર્ક પહોચેલા રિચર્ડ બ્રેન્સને કહ્યું કે ૩૮,૦૦૦ ફટની ઉંચાઈ પર અમારા વિમાનની ઉડાને નવો ઈતિહાસ રચ્યો. યાં સુધી કંઈક નવું કરવામાં ન આવે ત્યાં સુધી દુનિયા વિચારે છે કે તે કરી શકાતું નથી. નવીનતા માટેની આકાંક્ષાઓ એ સાબિત કરી રહી છે કે આપણે બધાના ભલા માટે વધુ સાં કરી શકીએ છીએ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application