વિસાવદરના ધારાસભ્યની જીતને પડકારતી એક અરજી હાઈકોર્ટમાંથી પાછી ખેંચાઈ

  • April 09, 2024 11:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત વિધાનસભાની વર્ષ 2022 માં યોજાયેલી ચૂંટણીમાં વિસાવદર બેઠક પર જીતેલા આપ્ના ઉમેદવાર ભૂપેન્દ્ર ભાયાણીએ ચૂંટણી ફોર્મમાં ખોટી વિગતો લખી હોવાની મુદ્દાને લઈને ભાજપ્ના ઉમેદવાર હર્ષદ રીબડીયા સહિત ત્રણ લોકોએ હાઇકોર્ટમાં જુદી જુદી રીટ પિટિશન અરજી કરી હતી તે પૈકીની એક રીત અરજી પરત ખેંચાવી લેવામાં આવી છે અરજદાર મોહિત માલવીયા એ રીત અરજી પરત ખેંચતા હવે હાઇકોર્ટે બે ઇલેક્શન રીટ અરજી પેન્ડિંગ રહેવા પામી છે.

લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો સાથે રાજ્યની પાંચ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે પરંતુ વિસાવદર બેઠકની પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી નથી,જેને લઈ ભાજપ્ના નેતા ભૂપત ભાયાણીએ હાઈકોર્ટમાં અરજી કરી છે.વિજાપુર, ખંભાત, વાઘોડિયા, માણાવદર, પોરબંદર અને વિસાવદર બેઠકના ધારાસભ્યોએ રાજીનામું આપતા આ બેઠકો પર પેટા ચૂંટણી કરવી પડી રહી છે. પરંતુ વિસાવદર વિધાનસભા સીટની પેટા ચૂંટણીની તારીખ જાહેર કરવામાં નથી આવી. નોધનીય છે કે ગુજરાતમાં સૌથી પહેલા વિસાવદર બેઠક જ ખાલી પડી હતી આ સીટ પરથી આપ્ના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું હતું બાદમાં તે ભાજપમાં જોડાઈ ગયા હતા.


વર્ષ 2022માં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં ત્રિપાખીયો જંગ ખેલાયો હતો. ચૂંટણી પરિણામો બાદ પરાજીત થયેલા ભાજપ્ના ઉમેદવાર હર્ષદ રીબડીયાએ ભૂપત ભાયાણીની જીતને હાઇકોર્ટમાં પડકારી હતી. તેમની જીતને અમાન્ય ઠેરવવામાં આવે તેવી માંગ કરતી રીટ દાખલ કરી હતી. જે આજે પણ રાજ્યની વડી અદાલતમાં વિચારાધીન છે. જેને ધ્યાને રાખીને ચૂંટણી પંચ દ્વારા વિધાનસભા વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી જાહેર નથી કરવામાં આવી તેવો તર્ક લગાવવામાં આવે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application