રાજકોટ-જૂનાગઢ જિલ્લામાંથી હદપાર કરાયેલો શખ્સ ધોરાજીમાંથી ઝડપાયો

  • June 05, 2025 11:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાંથી હદપારી કરવામાં આવેલો શખસ ધોરાજી સીટી વિસ્તારમાં હોવાની બાતમીના આધારે રાજકોટ એલસીબીની ટીમે ઝડપી લીધો હતો.

રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાંથી હદપારી કરવામાં આવેલા શખ્સો ઉપર વોચ રાખી હદપારીના હુકમનો ભંગ કરનારને ઝડપી લઇ કાર્યવાહી કરવામાં માટે જિલ્લા પોલીસવડા હિમકરસિંહની સૂચનાને પગલે એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરાની રાહબરીમાં પીએસઆઈ એચ.સી.ગોહિલ સહિતની ટીમ ધોરાજી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે એએસઆઈ શક્તિસિંહ જાડેજા, પો.હેડ.કોન્સ.કૌશિકભાઈ જાની, અરવિંદસિંહ જાડેજા અને વિજયસિંહ જાડેજાને સંયુક્ત બાતમી મળી હતી કે, રાજકોટ- અને જૂનાગઢ જિલ્લામાંથી 3 મહિના સુધી હદપાર કરવામાં આવેલો દિનેશ ભીમજી ડિયા (રહે-ધોરાજી)નો ફરેણી રોડ પરથી જઈ રહ્યો છે. જે બાતમીના આધારે શખ્સને ઝડપી લઇ આગળની કાર્યવાહી માટે ધોરાજી પોલીસને સોંપી આપવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application