મોરબીમાં વૃદ્ધ મુસાફરને રીક્ષામાં બેસાડી પેન્ટના ખિસ્સામાંથી રોકડ રકમની ચોરી કરનાર ટોળકીનો પર્દાફાશ કરી પોલીસે એક ઈસમને ઝડપી લઈને રોકડ રૂ ૩૦ હજાર અને રીક્ષા સહીત ૧.૦૫ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે તો મહિલા સહીત અન્ય બે આરોપીના નામો ખુલ્યા છે
ગત તા.૨૬ એપ્રિલના રોજ વૃદ્ધ ઓટો રીક્ષામાં જતા હોય ત્યારે રીક્ષામાં બેઠેલી અને પુરુષોએ વીસી ફાટક પાસે ઉતારી દીધા હતા અને રીક્ષામાં બેઠા હોય દરમિયાન રોકડ રૂ ૪૫ હજારની ચોરી કરી હતી જે બનાવ મામલે બી ડીવીઝન પોલીસે ગુનો નોંધ્યો હતો અને વધુ તપાસ એલસીબી ટીમ ચલાવી રહી હોય જેમાં સીસીટીવી ફૂટેજ તપાસી રીક્ષા અંગેની માહિતી મેળવી હતી જે ગુનામાં વપરાયેલ રીક્ષા મહારાણા પ્રતાપ સર્કલ પાસે હોવાની બાતમી મળતા રીક્ષા ચાલકને એલસીબી કચેરી લાવી સઘન પૂછપરછ કરતા પોતે તેમજ તેનો મિત્ર રવિ મકવાણા અને માતા ગીતાબેન રહે બંને રાજકોટ ઘંટેશ્વર વાળા એમ ત્રણેય મળીને ગુનાને અંજામ આપ્યાની કબુલાત આપી હતી
જેી એલસીબી ટીમે આરોપી નટવર ઉર્ફે નાતુ દિનેશભાઈ કુંવરીયા (ઉ.વ.૨૮) રહે રાજકોટ ગોંડલ ચોકડી તા રાજકોટ ઘંટેશ્વર ગામ પચીસ વારીયા ક્વાર્ટર વાળાને ઝડપી લીધો હતો તો અન્ય આરોપી રવિ અરવિંદ મકવાણા અને ગીતાબેન અરવિંદભાઈ મકવાણા રહે બંને રાજકોટ ઘંટેશ્વર વાળાના નામો ખુલતા વધુ તપાસ ચલાવી છે ઝડપાયેલા આરોપી પાસેી ચોરીમાં ગયેલ રોકડ રૂ.૩૦ હજર અને સીએનજી રીક્ષા જીજે ૨૩ ઝેડ ૨૨૮૮ કીમત રૂ ૭૫ હજાર સહીત કુલ રૂ ૧.૦૫ લાખનો મુદામાલ કબજે લીધો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆસામમાં પૂરને કારણે હાહાકાર, 58 લોકોએ ગુમાવ્યા જીવ, હજારો લોકોના ઘર પાણીમાં ડૂબ્યા
July 07, 2024 04:39 PMKulgam Encounter: સુરક્ષા દળોનું મોટું ઓપરેશન, અત્યાર સુધીમાં છ આતંકીઓનો ખાત્મો
July 07, 2024 04:37 PMરાજકોટ : ભીલવાસ નજીક ઇગલ પેટ્રોલ પંપે રાત્રીના માથાભારે શખ્સે ફિલરમેનને છરીના ઘા ઝીંક્યા
July 07, 2024 03:50 PMજામકંડોરણામાં : અષાઢી બીજ નિમિત્તે રામજીની ભવ્ય રથયાત્રા, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
July 07, 2024 03:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech