રાજકોટમાં ત્રણ માસથી વિદેશી સીગારેટ તથા ઇ-વેપ વેચતો શખસ ઝડપાયા

  • February 14, 2024 03:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યંગસ્ટર્સ માટે વ્યસન કે શોખ જેવી બનેલી વિદેશી બ્રાન્ડની સીગારેટ તથા ઇ-સીગાર વેપ રાજકોટમાં અલગ અલગ પાનની દુકાનોમાં સપ્લાય કરતા જામનગરના વતની શખસ હિતેષ મોતીલાલ ભારાણી (ઉ.વ.22)ને રાજકોટમાંથી એસઓજીની ટીમે 1.78 લાખના આવા જથ્થા સાથે પકડી પાડયો છે. છેલ્લા ત્રણેક માસથી દિલ્હીથી જથ્થા મગાવી રાજકોટ-શાપર સહિત સ્થળે રીટેઇલમાં માલ સપ્લાય કરતો હતો.

રાજકોટ શહેર 150 ફુટ રીંગ રોડ પર રામાપીર ચોકડી નજીક દ્વારીકા પ્રાઇડ નામના બિલ્ડીંગમાં 601 નંબરની ઓફિસમાં વિદેશી ઇ-સીગાર વેપ્નો જથ્થો હોવાની એસઓજીના ઇન્દ્રસિંહ જાડેજા, દિગ્વીજયસિંહ ગોહિલ તથા હાર્દિકસિંહ પરમારને માહિતી મળી હતી. જે આધારે ઇન્ચાર્જ પીઆઇ એમ.બી.માજીરાણા, એએસઆઇ ડી.બી.ખેર, ફિરોજ રાઠોડ સહિતની ટીમે દરોડો પાડયો હતો. આફિસમાંથી વિદેશી કંપ્નીઓના સીગારેટના 1.06 લાખની કિંમતના પેકેટ મળી આવ્યા હતાં. આ ઉપરાંત 72 હજાર પીયાના ઇ-સીગારેટ વેપ પણ હાથ લાગતા 1.78 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો હતો.
આરોપી જામનગરના ગુલાબનગર પાસે સત્યસાંઇનગર મહાકાલ ચોક નજીક રહેતા હિતેષ મોતીભાઇ ભારાણી (ઉ.વ.22)ની ધરપકડ કરી હતી. આરોપી હિતેષ દિલ્હી ગયો હતો ત્યારે ત્યાં આવી સીગારેટનો જથ્થો સસ્તામાં મળતો હતો ત્યાંથી સાથે થોડો જથ્થો લઇ આવ્યો હતો અને ઉંચા ભાવે વેચતા નાણા મળ્યા હતાં. દેવામાં આવી ગયો હોવાથી અને આવી વિદેશી સીગાર તથા વેપ્નું રાજકોટમાં વધુ વેચાણ થતું હોવાથી ત્રણેક માસથી અહીં આવી ગયો હતો, કાકાને ત્યાં રહેતો હતો. ઓફિસ ભાડે રાખીને ધંધો ચાલુ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application