પુષ્પા– ૨ના સ્ક્રિનિંગમાં ફરી બબાલ, એક વ્યકિતએ થિયેટરની અંદર પેપર સ્પ્રે છાંટતા દર્શકોને મુશ્કેલી

  • December 06, 2024 10:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા ૨ બોકસ ઓફિસ પર કમાણીનો રેકોર્ડ બનાવી રહી છે. તેને દર્શકોનો જોરદાર ટેકો મળી રહ્યો છે. બીજી તરફ ફિલ્મને લઈને વિવાદો અટકી રહ્યા નથી. મુંબઈના ગેઈટી ગેલેકસી થિયેટરમાં પુષ્પા ૨ ચાલી રહી હતી. લોકોનો દાવો છે કે ઈન્ટરવલ પછી કોઈ અજાણ્યા વ્યકિતએ સિનેમા હોલની અંદર પેપર સ્પ્રે કર્યેા હતો. આ પછી ત્યાં હાજર લોકોને ઉધરસ, ગળામાં ઈન્ફેકશન અને ઉલ્ટી થવા લાગી.
માહિતી મળતા જ શો તરત જ બધં કરી દેવામાં આવ્યો હતો. લગભગ ૨૦ મિનિટ સુધી ફિલ્મનું સ્ક્રીનિંગ રોકી દેવામાં આવ્યું હતું. પોલીસે આ મામલે તપાસ શ કરી છે. એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં થિયેટરની અંદરના દર્શકો ચોંકી ઉઠા હતા અને દરેક વ્યકિત ઉધરસથી પીડિત દેખાઈ રહ્યા હતા. આ પહેલા ફિલ્મ રિલીઝના દિવસે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં નાસભાગ મચી ગઈ હતી. સ્ક્રીનિંગમાં અલ્લુ અર્જુનને જોઈને લોકો પાગલ થઈ ગયા હતા. પોતાના મનપસદં અભિનેતાની એક ઝલક જોવા માટે લોકોમાં દોડધામ મચી ગઈ હતી અને પરિસ્થિતિ કાબૂ બહાર થઈ ગઈ હતી. નાસભાગમાં એક મહિલાનું મોત થયું હતું. તેમનો ૯ વર્ષનો પુત્ર બેભાન હાલતમાં મળી આવ્યો હતો. બાળક હોસ્પિટલમાં દાખલ છે, તેની હાલત નાજુક છે. આ મામલે અલ્લુ અર્જુન અને સંધ્યા થિયેટરના મેનેજમેન્ટ સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે અભિનેતા અલ્લુ અર્જુનની પ્રતિક્રિયા હજુ સુધી આવી નથી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application