ભગવતીપરામાં ધો.૯ ની વિધાર્થિનીની રાત્રે પાડોશમાં રહેતા શખસે છેડતી કરી

  • March 27, 2024 03:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના ભગવતીપરા વિસ્તારમાં રહેતો શખસ રાત્રિના પાડોશમાં રહેતી ધો.૯ માં અભ્યાસ કરતી ૧૫ વર્ષની સગીરાને પકડી લઈ બથ ભરી બીભત્સ ઇશારા કર્યા હતા. જેથી સગીરા ઘર તરફ દોડીને ચાલી જતા તેને ગાળો આપી હતી. આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપી સામે પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શહેરના ભગવતીપરા વિસ્તારમાં રહેતા ૬૫ વર્ષના વૃદ્ધાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશન નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે આ જ વિસ્તારમાં રહેતા વિજય ઉર્ફે ગંગુ(ઉ.વ ૨૭) નું નામ આપ્યું છે.વૃદ્ધાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની ૧૫ વર્ષની પુત્રી જે ધોરણ ૯ માં અભ્યાસ કરે છે તે માતા–પિતાથી અલગ અહીં તેમની સાથે રહે છે. ગત તારીખ ૨૭૩ ના રોજ સવારના ૬ વાગ્યા આસપાસ વૃધ્ધાની ઐંઘ ઊડતા તેમના ઘરે ડીલેવરી કરવા આવેલ તેમની દીકરીએ જણાવ્યું હતું કે, રાત્રિના અઢી વાગ્યા આસપાસ ૧૫ વર્ષની ભત્રીજી બાથમ કરવા માટે જાગી હતી અને તે બહાર ગયા બાદ વાર લાગતા બહાર જઈ જોતા પાડોશમાં રહેતો વિજય ઉર્ફ ગંગુ તેને ગાળો આપતો હોય અને તેની સાથે આવવા જણાવતો હતો. હત્પં તેની નજીક જતા વિજય અહીંથી ભાગી ગયો હતો.બાદમાં આ બાબતે સગીરાને પૂછતા તેણે જણાવ્યું હતું કે, હત્પં રાત્રિના બાથમ કરવા માટે બહાર જતા પાડોશમાં રહેતો વિજય ઉર્ફે ગંગુ મારી સામે જોઈ ખરાબ ઈશારા કરી મને બોલાવતો હતો. હત્પં તેની પાસે ન જતા તે મારી નજીક આવી મને બથ ભરી લીધી હતી. જેથી હત્પં ગભરાઈ ગઈ હતી અને ત્યાંથી ભાગી ઘર તરફ આવતા વિજય મને ગાળો દેવા લાગ્યો હતો. બાદમાં આ બાબતે પરિવારનો સાથે વાત કર્યા બાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે આઈપીસીની કલમ ૩૫૪(ડી), ૫૦૪ અને પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News