તળાજા પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી સોના-ચાંદીના ઘરેણાં સહિતના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.
તળાજા પોલીસ મથકના ’એ’ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૫ ૩૨૪૦૫૯૩/૨૦૨૪ બી.એન.એસ. કલમ ૩૦૫(એ) ૩૩૧(૩) મુજબના ઘરફોડ ચોરીના અનડીટેકટ ગુન્હા બાબતે પોલીસ ઇન્સ. પી.એલ.ઘામાએ તળાજા પોલીસ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી ટેકનીકલ સર્વેલન્સ તેમજ હ્યુમન રીસોર્સના આધારે આરોપી તથા ચોરીમાં ગયેલ ઘરેણાં સાથે ઇલીયાસ ઉર્ફે કાળુ ઉસ્માનભાઈ સૈયદ (ઉ.વ.૨૬ રહે.પંચશીલ સોસાયટી તળાજા જી.ભાવનગર)ને ઝડપી લઈ તેની પાસેથી સોનાના પેડલ ૨, સોનાની વીટી ૨, સોનાની સર ૨ તમામ સોનાના દાગીનાનું વજન આશરે ૧૧ ગ્રામ જેની આશરે કિ.રૂ. ૩૫,૦૦૦, ચાંદીનો ચેઇન ૧, ચાંદીના છડા મોટા જોડ ૧, ધાતુની મોટી લક્કી ૧, ચાંદીની વીંટી ૩,ચાંદીની જાંજરી જોડ-૧, ધાતુના નાના છડા જોડ-૧, ધાતુના મોટા છડા જોડ ૧, ચાંદીની લક્કી નાની ૧, ચાંદીની નાની બંગડી(કડલી) ૨ અને ધાતુની નાની બંગડી (કડલી) ૧ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરીમાં તળાજા પોલીસના પોલીસ ઇન્સ. પી.એલ.ધામા સા. તથા સર્વેલન્સના હેડ કોન્સ. એસ.વી.બોરીચા તથા હેડ કોન્સ. ડી.વી.વાળા, પો.કોન્સ ધરીતકુમાર દેવમોરારી, પો.કોન્સ.ઉમેશભાઈ બાંભણીયા, પો.કોન્સ.સામતુભાઈ કામળીયા, પો.કોન્સ. ધારેશભાઇ ગોહીલ અને પો.કોન્સ. મથુરભાઈ સોલંકી સહિતના જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદિલ્હીની મહિલાઓને આ દિવસે મળશે ₹2500! CM રેખા ગુપ્તાએ આતિશીને આપ્યો જવાબ
February 24, 2025 02:29 PMજામનગરની જીજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ સાથે કરી બબાલ, દંપતી સામે ગુનો નોંધાયો
February 24, 2025 01:26 PMજામનગરમાં કચરા ગાડીમાં કેરણ ભરવાનું કારસ્તાન
February 24, 2025 01:22 PMજામનગરમાં સાઈકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું
February 24, 2025 01:16 PMહવે વોટ્સએપ દ્વારા કરી શકાશે ઈ-FIR, અહીં નોંધાઈ પહેલી ફરિયાદ, પોલીસે કરી કાર્યવાહી
February 24, 2025 01:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech