શહેરમાં ગઈકાલે દેવ દિવાળીની રાત્રિના કરણપરામાં આવેલા પારેખ ટ્રેડિંગ નામના હોમ એપ્લાયન્સના શોમમાં આગ ભભૂકી ઊઠી હતી. આગની આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડનો સ્ટાફ બે ફાયર ફાઈટર સાથે બનાવસ્થળે પહોંચી ગયો હતો. અહીં બે માળનું બિલ્ડિંગ હોય જેમાં આગ લાગી હોય જેને ફાયરના સ્ટાફે પોણા બે કલાકની જહેમત બાદ કાબુમાં લીધી હતી. આગની આ ઘટનામાં એ.સી, ફ્રીજ, સહિતની વસ્તુઓ સળગીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી. આગ કયાં કારણોસર લાગી હતી તે જાણી શકાયું નથી.
આગના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, કરણપરા શેરી ન.ં ૨૩૩૯ ના ખૂણે આવેલા પારેખ ટ્રેડિંગ નામના હોમ એપ્લાયન્સ (ઇલેકટ્રીક)ના ત્રણ માળના શોમમાં રાત્રિના ૧૦:૫૧ કલાકે આગ ભભૂકી ઊઠી હતી. જેની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ બે ફાયર ફાઈટર સાથે બનાવસ્થળે પહોંચી ગઈ હતી. અહીં પહોંચી પાણીનો મારો ચલાવી અંદાજિત પોણા બે કલાકની જહમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
અહીં બે માળના બિલ્ડિંગમાં આગ લાગી હોય જેમાં ગેસના ચૂલા, મિકસર, ઇલેકટ્રીક સગડી, ચીમની, કુકર તેમજ ઓફિસમાં એ.સી, ફ્રીઝ, કોમ્પ્યુટર સહિતનો સામાન સળગી ગયો હતો. યારે ૪૦ ટકા જેટલો માલ બચાવી લેવામાં આવ્યો હતો. આગની આ ઘટનાના પગલે અહીં એક તબક્કે નાશભાગ થઈ ગઈ હતી. જોકે સદભાગ્યે કોઈ જાનહાની થવા પામી નથી. બનાવને લઈ મેનેજર મહેન્દ્રસિંહ ઝાલાએ અહીં પહોંચી ગયા હતા. આગ કયાં કારણોસર લાગી હતી તેમજ કેટલું નુકસાન થયું છે તે જાણી શકાયું ન હતું. પરંતુ બનાવસ્થળે થતી ચર્ચા મુજબ ગઈકાલે દેવદિવાળી હોય ફટાકડાનો તણખો ઝરતા આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech